કોવિડ-19ની વેક્સિન માટે પુણેની સંસ્થાને કોવિશિલ્ડના માનવ પરીક્ષણ માટે મંજૂરી

નવી દિલ્હીઃ દેશમાં ઓકસફર્ડ વેક્સિનના બીજા અને ત્રીજા તબક્કાના માનવ પરીક્ષણ માટે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક છે, જે વેક્સિનનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એણે બ્રિટિશ-સ્વિડિશ ફાર્મા કંપની એસ્ટ્રાઝેનકાની સાથે મળીને જેનર ઇન્સ્ટિટ્યૂટ (ઓક્સફર્ડ યુનિવર્સિટી) દ્વારા સંભવિત વેક્સિનના ઉત્પાદન માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

એનું લક્ષ્ય મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરવાનું છે, જેની કિંમત 1000 રૂપિયા કરતાં ઓછી હશે. પુણેની કંપની દ્વારા મૂકવામાં આવેલો પ્રારંભિક પ્રસ્તાવ તપાસ હેઠળ છે અને એક્સપર્ટ કમિટીએ કેટલાંક રિવિઝનો માટે સૂચનો કર્યાં છે.

SIIએ મંગળવારે નિષ્ણાતોની પેનલના સૂચનો પછી બુધવારે એક સંશોધિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. એની અરજીના વિચારવિમર્શ પછી એણે વધારાની માહિતી પ્રાપ્ત કર્યા પછી ટેસ્ટિંગ માટે પ્રોટોકોલમાં થોડા ફેરફાર કરવા કહ્યું હતું.

SIIની અરજી પર વિચાર કરવા શુક્રવારે કોવિડ-19 પર એક્સપર્ટ કમિટીએ એક તત્કાળ બેઠક બોલાવી હતી. એક સત્તાવાર સૂત્રેએ કહ્યું હતું કે ઘણા વિચારવિમર્શ પછી એ ભલામણ કરવામાં આવી હતી કે ઓક્સફર્ડ યુનિવર્સિટીને કોવિશિલ્ડ માટે બીજા અને ત્રીજા માનવ પરીક્ષણો માટે મંજૂરી આપવામાં આવે.

સુધારેલા દરખાસ્ત મુજબ એમ્સ-દિલ્હી, BJ મેડિકલ કોલેજ-પુણે, રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (RMRIMS)-પટના, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન ચંડીગઢ, ઓમ્સ-જોધપુર, નેહરુ હોસ્પિટલ-ગોરખપુર, આંધમેડિકલ કોલેજ-વિશાખાપટ્ટનમ અને JSS એડેડમી ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ- મૈસુરુ સહિત 18 પસંદગીનાં સ્થળોએ 18 વર્ષથી વધુના 1600 લોકો આ વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેશે. અરજી અનુસાર વયસ્ક તંદુરસ્ત ભારતીય લોકોને કોવિશિલ્ડની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ નક્કી કરવા દ્વારા આ ટ્રાયલનો અભ્યાસ હાથ ધરવામાં આવશે.