નવી દિલ્હી: કોરોના વાઈરસથી વિશ્વભરમાં અત્યારે 38 હજારથી વધારે લોકોએ જીવ લીધો છે પણ હજુ સુધી આ વાઈરસની દવા કે વેક્સીન શોધાણી નથી. આ સ્થિતિમાં આયુષ મંત્રાલયે (Ayush Ministry) કોરોના વાઈરસથી બચવા કેટલીક સલાહ આપી છે.
આયુષ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. મંત્રાલય તરફથી મંગળવારે એ જણાવવામાં આવ્યું છે કે કઈ પ્રકારની સાવચેતી અને ઉપાય કરીને તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો, જે કોરોનાથી બચાવવામાં તમને મદદરૂપ સાબિત થશે. આમાં ખાનપાનમાં હળદરવાળા દૂધ, ગરમ પાણી પર જોર આપવામાં આવ્યું છે તેમજ યોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
કોરોના સામે આજે સમગ્ર દુનિયાભરના લોકો પ્રભાવિત છે. આનો કોઈ ઈલાજ હજુ સુધી નથી. માટે સાવચેતી જ આને અટકાવી શકે છે. આવા સમયમાં એવા ઉપાય કરવા જરૂરી છે જે આપણી ઈમ્યુનિટી પાવર વધારે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પત્ર-પત્રિકાઓના આધારે આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે.
|
આ ઉપાય સામાન્ય રીતે સામાન્ય સૂકી ખાંસી અને ગળામાં ખારાશાનો ઈલાજ કરે છે. પરંતુ લક્ષણમાં જો ફેરફાર ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી સૌથી સારુ રહેશે. આયુષ મંત્રાલય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ પ્રયોગથી માત્ર કોરોના સામે રક્ષણ મળી શકે છે આ તેનો ઈલાજ નથી.