નાગપુરમાં 15 માર્ચથી એક અઠવાડિયું સજ્જડ લોકડાઉન

નાગપુરઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ રોગચાળાના કેસ ફરી વધવા લાગ્યા છે ત્યારે રાજ્ય સરકારે નાગપુર શહેરમાં આ બીમારીનો ફેલાવો રોકવા માટે 15 માર્ચથી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

લોકડાઉનના દિવસો દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવાની પરવાનગી રહેશે. શાકભાજી અને દૂધની દુકાનો તથા અન્ય આવશ્યક સેવાઓ ચાલુ રહેશે જેથી લોકોને કોઈ તકલીફ ન પડે. બરાબર એક વર્ષ પહેલાં 15મી માર્ચે જ નાગપુરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. મહારાષ્ટ્રમાં ગઈ કાલે બુધવારે એક જ દિવસમાં કોરોનાના 13,659 કેસ નોંધાયા હતા, સમગ્ર દેશમાં એક દિવસમાં નોંધાયેલા કેસોનો 60 ટકા હિસ્સો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]