UP, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાતમાં કોરોના-પિક ખતમ

કાનપુરઃ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને છત્તીસગઢમાં કોરોનાનું પિક આવી ચૂક્યું છે. હવે ધીમે-ધીમે કોરોના સંક્રમણ ઘટવાતરફી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ઘટી રહી છે. જોકે કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુમાં હજી કોરોનાનું પિક આવવાનું બાકી છે. જેથી સતર્કતા જરૂરી છે. સૌથી વધુ જોખમ કેરળ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા અને તેલંગાણામાં છે. અહીં કોરોના સંક્રમણમાં વધઘટ થઈ રહ્યું છે. એ રિપોર્ટ IITના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. મહેન્દ્ર કુમાર વર્મા અને પ્રો. રાજેશ રંજનનો છે. તેમણે આ અહેવાલ આરોગ્ય મંત્રાલયને પણ મોકલ્યો છે.

IITના પ્રો. મહેન્દ્રકુમાર વર્માએ કોરોના સંક્રમણની બીજી લહેરના પ્રતિદિન કેસને આધારે એક સર (ધ સસ્પેક્ટેબલ ઇન્ફેક્ટેડ રેઝિસ્ટન્ટ) મોડલ તૈયાર કર્યું છે. એને આધારે કેસોના વધવા અથવા ઘટવાની સંખ્યાનું આકલન કરવામાં આવી શકે છે. તેમણે દરેક પ્રદેશનો અલગ રિપોર્ટ તૈયાર કર્યો છે. પ્રો. વર્માએ રિપોર્ટમાં પ્રદેશ અનુસાર (નંબર ઓફ પોઝિટિવ કેસીસ પર 100 ટેસ્ટ) અને CFR (ધ પર્સન્ટેજ ઓફ ડેથ પર 100 કેસ)ની પણ સમીક્ષા કરી છે. અહેવાલ મુજબ દિલ્હીમાં TPR અને CFR બંને વધુ છે. તેમણે આરોગ્ય મંત્રાલયને ર્પોર્ટ આઠ મે સુધીના આધારે મોકલ્યો છે.

 આ પ્રદેશોમાં આવી ચૂક્યો છે પિક  

પ્રદેશ  TPR  CFR
મહારાષ્ટ્ર 21  1.53
ઉત્તર પ્રદેશ  12 1.22
મધ્ય પ્રદેશ  18 0.66
ગુજરાત  9 1.00
 છત્તીસગઢ 23 1.61
દિલ્હી 25 1.65

 

આ પ્રદેશોમાં પિક બાકી છે

પ્રદેશ  TPR  CFR
કર્ણાટક 31   0.82
આંધ્ર પ્રદેશ 19 0.38
તામિલનાડુ  16  0.76