નવી દિલ્હીઃ દેશમાં કોવિડ-19 સંકટ અને લોકડાઉનની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ પડકારોનો સામનો કરવા માટે એકતા અને ભાઈચારાની જરૂર છે. કોરોના હુમલો કરવા માટે ધર્મ, જાતિ, રંગ, ભાષા અને સરહદોથી નથી જોતો. કોરોના વાઇરસે વ્યાવસાયિક જીવનને સંપૂર્ણ રીતે બદલી નાખ્યું છે. આપણું ઘર આપણી ઓફિસ બની ગયું છે. ઇન્ટરનેટ આપણો મીટિંગ રૂમ છે. કેટલોક સમય માટે ઓફિસ અને સહયોગીઓની સાથે બ્રેક લેવો ઇતિહાસ બની ગયો છે, એમ તેમણે લિંક્ડઇન પોસ્ટમાં કહ્યું હતું.
હોસ્પિટલે માફી માગી
વડા પ્રધાન મોદીનું એ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશના મેરઠની એક હોસ્પિટલ પર મુસલમાનોની સારવાર પર પાબંધી લગાવવા માટે FIR નોંધવામાં આવ્યો છે. સ્થાનિક ન્યૂઝપેપરો આ હોસ્પિટલોએ એક જાહેરાત આપી હતી કે મુસલમાનોની સારવાર અહીં કોરોના સ્ક્રીનિંગ પછી કરવામાં આવશે. જોકે હોસ્પિટલે આના માટે માફી પણ માગી લીધી છે.
વડા પ્રધાન મોદીએ ટ્વીટ કર્યું
વડા પ્રધાન મોદીએ ટ્વીટ પણ કર્યું અને લખ્યું હતું કે વિશ્વ કોવિડ-19થી લડી રહ્યું છે, પરંતુ દેશના ઊર્જાવાન અને પ્રગતિશીલ યુવાનો વધુ સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે રસ્તો બતાવી શકે છે.