કોંગ્રેસના પવન ખેડાને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન  

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પવન ખેડાની ધરપકડ પર સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટથી પવન ખેડાને મોટી રાહત મળી છે. કોર્ટે કહ્યું હતું કે દિલ્હી કોર્ટે ખેડાને મંગળવાર સુધી વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે અરજી પર સીમિત સુનાવણીને મંજૂર કરી છે.  બધા FIRને ક્લબ કરીને નોટિસ જારી કરી દીધી છે. ખેડાની સામે ઉત્તર પ્રદેશ અને આસામમાં FIR નોંધ્યો છે. પોલીસ હવે પવન ખેડાને આસામ નહીં લઈ શકે.

સુપ્રીમ કોર્ટે સુનાવણીની આગલી તારીખ સુધી અરજીકર્તાને દ્વારકા કોર્ટમાંથી વચગાળાના જામીન પર છોડવા પર આદેશ આપ્યો હતો. કોર્ટે દ્વારકા કોર્ટને વચગાળાની રાહત આપવા નિર્દેશ કર્યા હતા.  કોર્ટે કહ્યું હતું કે દિલ્હીની ક્ષેત્રાધિકારવાળા કોર્ટ વચગાળાના જામીન આપે.

મંગળવાર સુધી વચગાળાના જામી આપવામાં આવે. ખેડાને સંરક્ષણ આપવા માટે આદેશ જારી કર્યા હતા.  ખેડા નીચલી કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. ઉત્તર પ્રદેશ અને આસામમાં નોંધાયેલા FIR એકસાથે જોડવા પર સોમવારે સુનાવણી થશે.

સિંધવે સુનાવણીમાં કહ્યું હતું કે જે પવન ખેડે કહ્યું એ નહોતું કહેવું જોઈતું હતું, હું એ માનું છે, પણ તેમણે ખુદ કહ્યું હતું કે જીભ લપસી ગઈ હતી. તેમણે માફી પણ માગી હતી. તેમને છોડવા માટે આદેશ આપવામાં આવે. દેશમાં કોઈ પણ રાજકીય નિવેદનબાજી પર આ ગંભીર કેસ ના લગાવવામાં આવે. આ અભિવ્યક્તિ આઝાદીનું હનન છે.