નવી દિલ્હીઃ ચૂંટણી પંચે (EC)એ હાલમાં વડા પ્રધાનને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના શરમજનક અને અપમાનજનક નિવેદનની વિરુદ્ધ તેમને કારણ બતાવો નોટિસ જારી કરી હતી, તેમ છતાં કોંગ્રેસ પક્ષે શુક્રવારે PM મોદીને લઈને પનોતીવાળું એક પોસ્ટર જારી કરીને નવો વિવાદ ઊભો કર્યો છે. આ પહેલાં ICC મેન્સ વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાથી ભારત હારી જતાં રાહુલે PMનો અર્થ પનોતી મોદી બતાવ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસે એ પોસ્ટર જારી કર્યું છે.
આ પોસ્ટરમાં 1960ની ભારતીય મહાકાવ્ય ઐતિહાસિક ડ્રામા ફિલ્મ મુગલ-એ-આઝમની પેરોડી છે. એમાં pM મોદીને પડદાની પાછળ ઝાંખતા દર્શાવવામાં આવ્યા છે, જેમાં બોલ્ડ ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે પનોતી-એ-આઝમ (Panati-e-Azam).
PANAUTI-E-AZAM pic.twitter.com/sny5TRX886
— Congress (@INCIndia) November 24, 2023
કોંગ્રેસના પંજાબ કમ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક એવું પોસ્ટર શેર કર્યું છે, જેની સાથે પંજાબીમાં લખ્યું છે કે હવે સમય આવી ગયો છે. આ પોસ્ટરમાં PM મોદી જેવા દેખાતા એક કેરિકેચરને ડાન્સ કરતાં દેખાડવામાં આવ્યું છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતમાં થયેલા જુલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે- જેમાં કોવિડ રોગચાળો, ચંદ્રયાન-2, વર્લ્ડ કપ 2023 ફાઇનલ અને નોટબંધી સામેલ છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 21 નવેમ્બરે રાજસ્થાનના બાલોતરામાં એક સભાને સંબોધતા કહ્યું હતું કે અમદાવાદમાં PM મોદીની સાથે ભારતની હારનો ઉલ્લેખ કર્યો હતો. આ કંઈ પહેલી વાર નથી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ વડા પ્રધાન પર હુમલો કર્યો હોય, આ પહેલાં પણ કોંગ્રેસે મોતના સોદાગર અને નીચ આદમીથી માંડીને ચાવાળા જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો.