નવી દિલ્હીઃ કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે પ્રવાસી મજૂરો સાથે વાત કર્યા બાદ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉબરના એક ડ્રાઈવર સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વાત સારી રહી. રાહુલે ઉબર ચાલક સાથે તેમના અને તેમના જેવા કેટલાય અન્ય લોકોને થઈ રહેલી સમસ્યાઓ પર વાત કરી. કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી લોકડાઉન લાગુ થયા બાદથી કોરોના વાયરસ મહામારીને સંભાળવાની સરકારની પદ્ધતીની ટીકાઓ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, દિલ્હીમાં ઉબર ડ્રાઈવર પરમાનંદ સાથે સારી વાતચીત થઈ. પરમાનંદ અને તેમના જેવા અન્ય લોકોની સમસ્યાઓ વિશે ચર્ચા કરી. રાહુલ ગાંધીએ આ મુલાકાતનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં તે અને ઉબર ડ્રાઈવર ખુરશી પર એક રોડ પર બેસેલા છે.
અમેરિકાની કેબ સર્વિસ પ્રોવાઈડર કંપની ઉબરે છેલ્લા કેટલાક સપ્તાહમાં હજારો લોકોની છટણી કરી છે. લોકડાઉન વચ્ચે ગત સપ્તાહે દિલ્હીમાં કેબ સેવાઓ ફરીથી શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.