ગીતા પ્રેસને ‘ગાંધી શાંતિ પુરસ્કાર’ અપાતાં કોંગ્રેસ-ભાજપ સામસામે

નવી દિલ્હીઃ શું કોંગ્રેસ પાર્ટી સનાતનની સાથે ઊભેલા ગીતા પ્રેસનો વિરોધ ધાર્મિક આધારે કરી રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ઉત્તર પ્રદેશના પ્રકાશક ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની ઘોષણાની ઠેકડી ઉડાડી રહી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતાવાળી જ્યુરી દ્વારા ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપવાની ઘોષણા કરી હતી. ગીતા પ્રેસ વિશ્વનું સૌથી મોટું પ્રકાશન છે, જે સનાતનની સેવામાં આશરે 41-42 કરોડ પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. કોંગ્રેસ સાંસદે એની તુલના હિન્દુત્વના વિચારક સાવરકર અને મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને પુરસ્તાક આપવાથી કરી છે.

તેમણે કહ્યું હતું કે ગોરખપુરમાં ગીતા પ્રેસને 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે આ વર્ષે તેના 100 વર્ષ પૂર્ણ કરી રહી છે. લેખક અક્ષય મુકુલે 2015માં ગીતા પ્રેસ પર એક ઉત્કૃષ્ટ જીવનચરિત્ર લખ્યું હતું, જેમાં મહાત્મા ગાંધી સાથેના સંગઠનના સંબંધો અને રાજકીય, ધાર્મિક અને સામાજિક એજન્ડા પર તેમની સાથે ચાલી રહેલી લડાઈઓની વિગત આપવામાં આવી હતી. તેમને આ એવોર્ડ આપવાનો નિર્ણય ખરેખર મજાક સમાન છે. સાવરકર અને ગોડસેને એવોર્ડ આપવા જેવું છે.

ગીતા પ્રેસ આ વર્ષે શતાબ્દી ઊજવી રહી છે. વડા પ્રધાને કહ્યું હતું કે વિશ્વના સૌથી મોટા પ્રકાશકોમાંના એક પ્રકાશકે છેલ્લાં 100 વર્ષોમાં સરાહનીય કાર્ય કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે હું ગીતા પ્રેસ, ગોરખપુરને ગાંધી શાંતિ પુરસ્કાર 2021થી સન્માનિત કરવા પર શુભેચ્છા આપું છું.

જોકે આ અવોર્ડ કોંગ્રેસને વળતો જવાબ આપતાં ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે કોંગ્રેસ ગીતા પ્રેસથી નફરત કરે છે, કેમ કે સનાતન અને હિન્દુ ધર્મનો સંદેશ દરેક ગલીએ ફેલાવે છે.