નવી દિલ્હીઃ દિલ્હીના જૂના રાજિન્દર નગરમાં એક કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાને કારણે ત્રઇ વિદ્યાર્થીઓનાં મોત મામલે પોલીસે પાંચ વધુ લોકોની ધરપકડ કરી છે. કોચિંગ સોન્ટરમાં પાણી ભરાવાની ઘટનામાં જેકોઈની પણ ભૂલ હશે, તેને છોડવામાં નહીં આવે અમે ઘટનાના જવાબદાર લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યા છે અને આ વિસ્તારમાં કાનૂન-વ્યવસ્થા જાળી રાખવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ DCP (સેન્ટ્રલ) એમ હર્ષવર્ધને પત્રકારોને જણાવ્યું હતું.
આ સાથે આ મામલે ધરપકડ કરવામાં આવેલા લોકોની કુલ સંખ્યા માલિક સાથે સાતે પહોંચી છે. માલિકે એક વાહન ચલાવ્યું હતું, જેનાથી ઇમારતના ગેટને નુકસાન પહોંચ્યું હતું, એમ તેમણે કહ્યું હતું. આ સાથે આ બિલ્ડિંગના માલિક અભિષેક ગુપ્તા અને દેશપાલ સિંહ (કેન્દ્રમાં કમન્વયક) નામની બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે.
દિલ્હીના મેયર શૈલી ઓબેરોયે બિલ્ડિંગ બાયલોઝના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી હતી અને MCD કમિશનરને બેઝમેન્ટમાં ગેરકાયદે રીતેચાલી રહેલા સેન્ટરોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મેં MCD કમિશનરને પત્ર લખ્યો હતો કે દિલ્હીમાં આવાં બધાં કોચિંગ સેન્ટરોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
દિલ્હી નગર નિગમે ઉમેદવારોના વિરોધની વચ્ચે ભવનના પેટા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રવિવારે કરોલ બાગમાં 13 કોચિંગ સેન્ટરોનાં બેઝમેન્ટને સીલ કરી દીધાં હતાં.
