CM તીરથસિંહે મોદીની તુલના ભગવાન-રામ સાથે કરી

દહેરાદૂનઃ ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહે હાલમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ભગવાન રામ અને કૃષ્ણ સાથે કરતાં વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી હતી. હરિદ્વારમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે વડા પ્રધાન મોદીની સરખામણી ભગવાન રામ સાથે કરી હતી. તીરથસિંહે ગયા સપ્તાહે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહની જગ્યા લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ અને કૃષ્ણએ સારાં કાર્યોની સાથે એક અમીટ છાપ છોડી છે અને એટલે તેમની પૂજા પરમેશ્વર તરીકે કરવામાં આવે છે.

ત્રેતા યુગમાં ભગવાન રામ અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ સમાજ માટે કામ કર્યું હતું અને લોકોએ તેમને ભગવાનના રૂપમાં પ્રતિસ્થાપિત કર્યા. આવનારા સમયમાં વડા પ્રધાન પણ ભગવાન રામ અને કૃષ્ણની સાથે નજરે ચઢશે. તીરથસિંહ હાલમાં સંસદના સભ્ય છે અને ભાજપના રાષ્ટ્રીય સચિવ છે. મોદી એ વિશ્વમાં ભારત તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલી નાખ્યો છે. તેમણે કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ.

જોકે કોંગ્રેસ નેતા અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતની સાથે વિપક્ષી પાર્ટીઓની વચ્ચે તેમની મોટી માટેની પ્રશંસા અંદાજ મુજબ પસંદ ના આવી. હું સમજી શકું છું કે મુખ્ય પ્રધાન (તીરથસિંહ)ને નવી નોકરી મળી ગઈ છે, જેથી તેઓ ઉત્સાહિત છે, પરંતુ આપણે વ્યક્તિની ભગવાનની સાથે તુલના ના કરી શક્યા. મુખ્ય પ્રધાને એ ના ભૂલવું જોઈએ તેઓ એક એવા રાજ્યનું નેતૃત્વ કરી રહ્યા છે, જેને દેવભૂમિ (દેવતાઓના નિવાસ) કહેવામાં આવે છે.