દેશની સૌથી મોટી સાયબર છેતરપિંડીની ગેન્ગની CIDએ ધરપકડ કરી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં CIDએ દેશની સૌથી મોટી સાયબર છેતરપિંડીને પકડી છે. આ ગેન્ગ હજારો કરોડ રૂપિયા (આશરે રૂ. 1000 કરોડ)ના કૌભાંડમાં સામેલ છે. નોર્થ ઇન્ડિયા અને ઉત્તર પ્રદેશમાં સાયબર છેતરપિંડીના અનેક કેસોમાં આ ગેન્ગનો હાથ રહ્યો છે. પાંચ વર્ષમાં એ ગેન્ગનું નેટવર્ક સતત વધતું રહ્યું છે અને હવે અનેક રાજ્યોમાં એ હાજર છે. સોશિયલ મિડિયા દ્વારા આ ગેન્ગે બહુબધા લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને પૈસા લૂંટ્યા છે.

કેવી રીતે કરતા હતા છેતરપિંડી?

પશ્ચિમ બંગાળ CIDએ આ ગેન્ગને લીડ કરી રહેલા બે લોકોને પકડી લીધા છે. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે અને હિરાસતમાં રાખવામાં આવ્યા છે.

આ ગેન્ગ કેટલાય સોશિયલ મિડિયા ગ્રુપ્સ દ્વારા ચાલતા હતા. ફેસબુક, X અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર લોભામણી ઓફર આપીને લોકોને ઠગવામાં આવતા હતા એમ CIDનાં સૂત્રોએ માહિતી આપી હતી. લોકો તેમના ચક્કરમાં આવીને પૈસાનું મૂડીરોકાણ કરતા હતી. પૈસા લઈને આ ગ્રુપ ફરાર થઈ જતું હતું અને લોકોની પાસે એની માહિતી પણ ઉપલબ્ધ નહોતી.

પશ્ચિમ બંગાળ પોલીસને આ ગેન્ગની લાંબા સમયથી તલાશ હતી. જ્યારે CIDને જ્યારે આ ગેન્ગનો અંદેશો મળ્યો કે નકલી ગેન્ગના માલિક ક્યાં છ અને કેવી રીતે આ નેટવર્કને સંચાલિત કરી રહ્યા છે, ત્યારે તેમણે સતત વોચ રાખીને તેમને પકડી લીધા હતા. હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છેઅને છેતરપિંડીને લઈને માહિતી એકત્ર કરવામાં આવે છે. આવા ગુનાઓ દેશના વિવિધ ભાગોમાં થઈ રહ્યા છે.