‘ચિત્રલેખા’ના સંઘર્ષ-સફળતાના 71 વર્ષના સાક્ષી રહેલા મનુભાઈ રૂપારેલનું નિધન

મુંબઈઃ ‘ચિત્રલેખા’નાં સહ-સંસ્થાપક મધુરીબહેન કોટકનાં નાના ભાઈ મનુભાઈ રૂપારેલનું ગુરુવારે મોડી રાતે અમદાવાદમાં દુઃખદ અવસાન થયું છે. તેઓ 85 વર્ષના હતા.

1950માં ‘ચિત્રલેખા’ની સ્થાપના થઈ ત્યારથી મનુભાઈ રૂપારેલ સિનિયર એડવર્ટાઈઝિંગ સેલ્સ-એક્ઝિક્યૂટિવ તરીકે સંકળાયેલા રહ્યા હતા.

મધુરીબહેન કોટકનાં ભાઈ હોવા ઉપરાંત ‘ચિત્રલેખા’ પરિવાર સાથે 71 વર્ષ સુધી સંકળાયેલા રહીને સંસ્થાના સંઘર્ષ અને સફળતાના સાક્ષી રહેલા મનુભાઈ એમના આનંદી અને મિલનસાર સ્વભાવ માટે અને ‘મનુમામા’ તરીકે પરિવારમાં જાણીતા હતા.

ઈશ્વર દિવંગત મનુભાઈના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

કોટક પરિવારને હૃદયપૂર્વકની દિલસોજી.