વોરેન બફેટથી આગળ નીકળ્યા ચીનના શાનશાન

બ્લુમબર્ગઃ ચીનના પાણીની બોટલના વિક્રેતા ઝોંગ શાનશાન હવે વિશ્વના છઠ્ઠા સૌથી મોટા શ્રીમંત બની ગયા છે. નોંગ્ફૂ સ્પ્રિંગના ચેરમેન હવે વોરેન બફેટથી પણ આગળ નીકળી ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર ઇન્ડેક્સ મુજબ શાનશાનની સંપત્તિ આ વર્ષે 13.5 અબજ ડોલર વધીને મંગળવારે 91.7 અબજ ડોલરે પહોંચી છે. વોરેન બફેટની પાસે હાલ 86.2 અબજ ડોલરની સંપત્તિ છે. વોરેન બફેટ એક અમેરિકી  ઉદ્યોગપતિ છે. ઝોંગ શાનશાન બીજા ચીની શ્રીમંત બન્યા છે.

66 વર્ષીય ઝોંગ શાનશાનની કંપનીના શેર 2021ના પ્રારંભના બે દિવસોમાં 18 ટકા ઊછળ્યા હતા. તેમની કંપનીના શેરોના ભાવ ગયા સપ્ટેમ્બરમાં તેમના આઇપીઓ લિસ્ટેડ થવાની સાથે અત્યાર સુધી 200 ટકા ઊછળ્યા છે. બુધવારે તેમના શેરમાં 0.7 ટકાનો વધારો થયો હતો. તેઓ વિશ્વના ટોચના 10 શ્રીમંતોમાં બીજા ચીની શ્રીમંત છે.

આ પહેલાં ચીની પ્રોપર્ટી ટાઇકુન વાંગ જિયાનલિને 2015માં આઠમું સ્થાન હાંસલ કર્યું હતું. શાનશાને ગયા સપ્તાહે મુકેશ અંબાણી પાસેથી એશિયન શ્રીમંતનો દરજ્જો પણ છીનવી લીધો હતો.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]