મુંબઈઃ ખાનગી કંપનીઓનાં કર્મચારીઓનાં પગારમાંથી દર મહિને નિવૃત્તિ વેતન કાપવામાં આવે છે. આવા કર્મચારીઓએ નિયમિત રીતે પોતાનું પીએફ (પ્રોવિડન્ટ ફંડ) એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતાં રહેવું જોઈએ. પીએફ બેલેન્સ ઓનલાઈન પદ્ધતિથી ચેક કરવાના અનેક પર્યાય છે. પરંતુ જો તમારી પાસે ઈન્ટરનેટ સેવા ન હોય અને તમારે તમારું પીએફ બેલેન્સ ચેક કરવું હોય તો પણ તમે એ જાણી શકો છો.
માત્ર એક મિસ્ડ કોલથી આ કામ થઈ શકે છે
ધારો કે કોઈ કારણસર તમારી પાસે ઈન્ટરનેટ ઉપલબ્ધ ન હોય તો તમે માત્ર એક મિસ્ડ કોલ દઈને તમારું પીએફ બેલેન્સ જાણી શકો છો. આ સુવિધા સંપૂર્ણપણે મફત છે. આ માટે તમારી પાસે યૂએએન અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો જરૂરી છે. તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર પરથી આ નંબર પર એક મિસ્ડ કોલ આપવાનો રહેશે – 9966044425. બે રિંગ વાગ્યા બાદ કોલ આપોઆપ ડિસકનેક્ટ થઈ જશે. ત્યારબાદ તને તમારા પીએફ ખાતાની બેલેન્સ રકમની માહિતી એસએમએસ દ્વારા તમારા ફોન પર મળી જશે.