નવી દિલ્હીઃ કેબિનેટ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મહત્ત્વની બેઠક રાત્રે થવાની છે, જે ત્રણ સપ્તાહ પછી થનારી કેબિનેટની આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવાવાની શક્યતા છે. PM જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનને મંજૂરી મળે એવી શક્યતા છે.
કેબિનેટ અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સની બેઠકમાં મફત અનાજ યોજનાને પાંચ વર્ષ વધારાય એવી શક્યતા છે. આ ઉપરાંત PM જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પર રૂ. 24,000 કરોડના ખર્ચ ફાળવવામાં આવે એવી શક્યતા છે. આ સાથે 16મા નાણાં પંચને ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી મળે એવી શક્યતા છે. 16મા નાણા પંચનો કાર્યકાળ 2026-27થી શરૂ થશે. એ પાંચ વર્ષ માટે રચાશે. ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં રાહત કાર્ય પર ચર્ચા થવાની શક્યતા છે.
આ સાથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ કિલો ઘઉં, ચોખા, મળે છે. લાભાર્થીઓને આ અનાજ મફતમાં મળે છે. કેન્દ્ર સરકારે એ યોજનાને જૂન, 2020માં શરૂ કરી હતી. આ યોજનાને ડિસેમ્બર, 2028 સુધી વધારવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્ર સરકારે કોરોના રોગચાળા પછી લોકડાઉનમાં આકરાં નિયંત્રણો લગાવ્યાં હતા, જેથી લોકોની આજીવિકાને અસર થઈ હતી. ખાસ કરીને ગરીબોની સામે ખાણીપીણીનું સંકટ ઊભું થયું હતું. ત્યારે કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી હતી અને આ યોજનાનો લોભ 80 કરોડ દેશવાસીઓ લઈ રહ્યા છે.