નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા ભારતમાં 100ને પાર થઈ ગઈ છે. આજે દેશભરમાં ઓમિક્રોનના વધુ 20 કેસ નોંધાયા છે. 10 કેસ એકલા દિલ્હીમાં નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચેતવણી આપી છે કે ઓમિક્રોન વેરિઅન્ટ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 19 જિલ્લાઓ કોરોના કેસોની વૃદ્ધિનું ઉચ્ચ જોખમ ધરાવે છે. લોકોએ કોવિડ-નિયમોનું કડક રીતે પાલન કરવું જરૂરી છે. જેમ કે, મોઢા પર માસ્ક પહેરી રાખવું, એકબીજાથી સામાજિક અંતર રાખવું. લોકોએ મોટા ટોળા ન કરવા અને સભા-મિલન સમારંભો કરવા ન જોઈએ. કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને સતર્ક કરી છે અને લોકોને વિનંતી કરી છે કે તેઓ બિનજરૂરી પ્રવાસ કરવાનું ટાળે.