બજેટ 2023: મધ્યમ વર્ગને મળશે આયુષ્માન ભારત યોજનાનો લાભ

નવી દિલ્હીઃ મધ્યમ વર્ગ માટે લોકો માટે સારા સમાચાર છે. સરકાર બજેટમાં આયુષ્માન ભારત યોજનાનો દાયરો વધારવા જઈ રહી છે. કેન્દ્રીય બજેટ 2023માં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY)ના દાયરા વધારવાનું એલાન થાય એવી શક્યતા છે. હજી એનો લાભ આર્થિક રૂપે નબળા વર્ગના લોકોને મળે છે. નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)એ સરકારને આ યોજનાનો દાયરો વધારવાની સલાહ આપી હતી. એણે કહ્યું હતું કે આ યોજનાનો લાભ સમાજના એ વર્ગને પણ આપવામાં આવે, જેની પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી.

AB PM-JAY સપ્ટેમ્બર, 2018માં લોન્ચ થઈ હતી. એના હેઠળ રૂ. પાંચ લાખ સુધી મફત આરોગ્ય કવર મળે છે. 14 કરોડ પરિવાર આ યોજનાના દાયરામાં આવી ચૂક્યા છે. આશરે 72 કરોડ લોકોને આનો લાભ મળે છે. એ વસતિ આશરે 60 ટકા છે. દેશમાં માત્ર 25 કરોડ લોકોની પાસે ખાનગી હેલ્થ ઇન્શ્યોરન્સ છે. હજી આવા 40 કરોડ લોકો છે, જેની પાસે કોઈ હેલ્થ પોલિસી નથી. આ માહિતી નીતિ પંચની રિપોર્ટ પર આધારિત છે. એ રિપોર્ટ ઓક્ટોબર, 2021માં આવ્યો હતો.

નીતિ પંચે મધ્યમ વર્ગને આયુષ્માન ભારત યોજના હેઠળ લાવવાની ભલામણ કરી હતી. પંચે કહ્યું હતું કે હજી એ વર્ગ આયુષ્માન ભારત સ્કીમના દાયરામાં નથી આવતો. એની પાસે એટલા પૈસા નથી કે તે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદી શકે. આ વર્ગને સારવાર પર આવનારા ખર્ચમાં મદદની જરૂર છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં ગયા વર્ષે કહેવામાં આવ્યું હતું કે પોતાના ખર્ચે સારવાર કરાવવાળાથી આશરે 50 કરોડ લોકો અત્યંત ગરીબીમાં પહોંચી ગયા છે.