બજેટ 2023: સામાન્ય ચૂંટણી છતાં બજેટ લોકપ્રિય હોવાની સંભાવના ઓછી

અમદાવાદઃ કરઆવકમાં ઘટાડો, મૂડીખર્ચની ઊંચી પ્રતિબદ્ધતા અને બજારનાં દેવાંને કારણે આ બજેટ લોકપ્રિય હોવાની સંભાવના ઘણી ઓછી છે, એમ MK ગ્લોબલ ફાઇનાન્સિયલ  સર્વિસિઝને એક રિપોર્ટમાં આ સંભાવના જાહેર કરી હતી. જોકે આવકની વાત કરે તો કમ ગ્રોથની ભરપાઈ આંશિક રૂપે RBIથી મળેલા ડિવિડન્ડ અને ડિસઇન્સવેસ્ટથી પ્રાપ્ત થયેલી રકમથી થઈ શકે છે, એમ અહેવાલ કહે છે.

બજેટમાં કેપિટલ ગેઇન્સના માળખા અને વ્યક્તિગત ટેક્સ (IT ટેક્સ)માં સંભવિત ફેરફાર, નવા ઉત્પાદન યુનિટ્સ માટે 15 ટકા કન્સેશનલ ટેક્સ રેટના વિસ્તાર અને PLIથી સંબંધિત પ્રોડક્ટસ ઊંચા આયાતી દરોની અપેક્ષા છે.

આવકના મોરચા પર, ગ્રોસ ટેક્સ- GDP રેશિયો બધા સેગમેન્ટમાં નાણા વર્ષ 23માં ટેક્સમાં સારા વધારાને પગલે 10.9 ટકા મધ્યમ રહેવાની અપેક્ષા છે. વિવિધ એસેટ ક્લાસના ટેક્સ રેટ્સ-હોલ્ડિંગ પિરિયડ્સમાં સમાનતા લાવવા માટે કેપિટલ ગેઇન્સ ટેક્સ માળખામાં સંભવિત ફેરફારની અપેક્ષા છે. આ સિવાય ઊંચા બિન ટેક્સની આવકને પગલે RBI તરફથી બમ્પર ડિવિડન્ડ જારી કરવામાં આવશે, એમ અહેવાલ કહે છે. આગામી બજેટ માટે પ્રારંભિક ગ્રોથ રિકવરીને પ્રોત્સાહન આપવાનું અને પડાકરજનક દેવાંની સાથે રાજકોષીય સ્થિતિ પર દબાણની વચ્ચે ગંભીર નીતિ વિષયક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

કેન્દ્રીય બજેટ વૈશ્વિક અને ઘરેલુ ગ્રોથને લઈને વધતી અનિશ્ચિતતા, નાણાકીય મુશ્કેલીઓ અને 2024માં થનારી સામાન્ય ચૂંટણીને પગલે ઊંચી અપેક્ષાની વચ્ચે રજૂ કરવામાં આવશે. જોકે અર્થતંત્રના નબળા સેગમેન્ટ માટે વધારાનો ટેકો જરૂરી છે. જોકે રાજકોષીય સ્થિતિ અને ગ્રોથની સંભાવનાની વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.