સ્પાઈસજેટ ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે ગેરવર્તન કરનારની ધરપકડ

હૈદરાબાદઃ ગઈ કાલે સ્પાઈસજેટની દિલ્હીથી હૈદરાબાદ જતી એક ફ્લાઈટમાં એક એરહોસ્ટેસ સાથે ગેરવર્તાવ કરવા બદલ એક પુરુષ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી તે ફ્લાઈટમાં બે પુરુષ સાથે પ્રવાસ કરતા હતા. ફ્લાઈટ રવાના થાય એ પહેલાં આરોપી પ્રવાસીએ એરહોસ્ટેસ સામે બૂમાબૂમ કરી હતી. બીજા પ્રવાસીએ તેને ટેકો આપ્યો હતો. સ્પાઈસજેટના સિક્યુરિટી ઓફિસરની ફરિયાદને પગલે બંને પ્રવાસીને વિમાનમાંથી નીચે ઉતાર્યા હતા અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે એમાંના એકની ધરપકડ કરી હતી.

આરોપીનું નામ અબસાર આલમ છે. એની સામે ભારતીય ફોજદારી ધારા હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. તે ઝઘડાનો વીડિયો એક સહ-પ્રવાસીએ તેના મોબાઈલ ફોન પરથી ઉતાર્યો હતો અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. સ્પાઈસજેટે એક નિવેદનમાં કહ્યું છે કે, દિલ્હીથી ફ્લાઈટમાં ચડતી વખતે એક પ્રવાસીએ બેફામ રીતે અને અયોગ્ય રીતે વર્તન કર્યું હતું જેને કારણે કેબિન ક્રૂને પરેશાન કરી હતી અને માનસિક ત્રાસ આપ્યો હતો. ક્રૂ સભ્યએ વિમાનના પાઈલટ-ઈન-કમાન્ડ તથા સિક્યુરિટી સ્ટાફને તેની જાણ કરી હતી. તરત જ તે પ્રવાસી તથા એની સાથે પ્રવાસ કરનાર અન્યને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને એરપોર્ટ પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]