વાઘા-અટારી સરહદ પર BSF જવાનોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું

અમૃતસરઃ કેફી પદાર્થો લાવતા એક ડ્રોનને સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના સતર્ક જવાનોએ વાઘા-અટારી સરહદ પર તોડી પાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પાકિસ્તાનની ધરતી પરથી મોકલવામાં આવેલા તે ડ્રોને ભારતીય હવાઈ સીમાનો ભંગ કર્યો હતો. અમૃતસરમાં ચાંપતી નજર રાખનાર બીએસએફના જવાનોએ એને આગળ વધતું અટકાવ્યું હતું અને તોડી પાડ્યું હતું.

તોડી પડાયેલા ડ્રોનમાંથી આશરે 3 કિલો 200 ગ્રામ વજનનાં માદક પદાર્થો ભરેલું એક પેકેટ મળી આવ્યું હતું.