આસામ-મેઘાલયની સરહદે સીમાવિવાદ ફરી ચરમસીમાએ

દીફુઃ મેઘાલય અને આસામ વચ્ચે આંતરરાજ્ય સરહદી ક્ષેત્રની પાસે બુધવારે –બંને રાજ્યોના નાગરિકો સામસામે આવવાથી બંને વચ્ચે મારામારી થઈ હતી. આ સ્થિતિને કાબૂમાં કરવાના પ્રયાસમાં મેઘાલયના એક પોલીસ અધિકારી ઘાયલ થયા છે. આસામના પશ્ચિમી કાર્બી આંગલોંગ જિલ્લાના ઉમલાપરમાં સરહદે બંને રાજ્યોના લોકોમાં છુટ્ટા હાથની મારામારી થઈ હતી. મેઘાલયના રિ-ભોઈ જિલ્લાના આશરે 250-300 લોકોના એક સમૂહે એ બે લોકોથી મળવા ગયા હતા, જેની સાથે આસામ પોલીસ કર્મચાકરીઓએ સોમવારે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો હતો. એ લોકોએ મંગળવારે પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ-પ્રદર્શન દરમ્યાન એક બંકરને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધું હતું.

પશ્ચિમ કાર્બી આંગલોગ જિલ્લાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગામ પહોંચવા દરમ્યાન સ્થાનિક રહેવાસીઓએ રસ્તાને જેમ કરી દીધો હતો અને મેઘાલયના લોકો સાથે તેમનો વિવાદ થયો હતો. રિ-ભોઈ જિલ્લાના એસપી એન લામારેએ જણાવ્યું હતું કે બુધવારે ભીડને વિખેરવા માટે બંને રાજ્યોની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. એ મારામારીમાં એક ડેપ્યુટી એસપી ઘાયલ થયો હતો. લામારે કહ્યું હતું કે તેને નજીકની સારવાર સુવિધામાં લઈ જવામાં આવ્યો હતો. તે હાલ જોખમથી બહાર છે.

બંને રાજ્યોની આંતરરાજ્ય સરહદે 18 ગામોમાં ઉમલાપરની સ્થિતિ પ્રવર્તે છે, બંને પૂર્વોત્તરના પડોસી રાજ્યોના વરિષ્ઠ પોલીસ અધિકારીઓના હસ્તક્ષેપ પછી શાંત થયો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]