આ જૂની ખુરશી પર મોદી બેસે તો જીતવાના જ જીતવાના.. ભાજપ માને છે કે…

નવી દિલ્હી- પાંચ વર્ષથી વધુ સમયથી કાચના બોક્સમાં રાખેલી એક લાકડાની ખુરશીને ભાજપ પાર્ટી શુભ માને છે. આ ખુરશી ફરી ચર્ચામાં આવી છે. મિડિયા રિપોર્ટ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું માનવું છે કે આ ખુરશી પાર્ટી માટે ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે જ્યારે પણ પીએમ મોદી આ ખુરશી પર બેસે છે તો ભાજપ પાર્ટી કાનપુરની આસપાસની સીટો પર જીત મેળવે છે અને કેન્દ્રમાં પણ જીત મળે છે.

વડાપ્રધાન મોદીની શનિવારે લખનઉમાં રેલી યોજાનાર છે. આથી અહીં રાખવામાં આવેલા આ લાકડાની ખુરશીને રંગ કરવામાં આવી તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સ્થાનિક ભાજપના નેતાઓ ઇચ્છી રહ્યાં છે કે વડાપ્રધાન મોદી આ ખુરશી પર બેશે જેથી ફરી કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવે.

ભાજપ કાનપુર જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું કે 2014 લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં પોતાની પ્રથમ ચૂંટણી વિજય શંખનાદ રેલી 19 ઓક્ટોબર 2013એ ઇન્દિરા નગર મેદાનમાં કરી હતી, ત્યારે આ ખુરશી પર તેઓ પ્રથમવાર બેઠા હતા. ત્યારબાદ એપ્રિલ 2014માં કોયલા નગરમાં લોકસભા ચૂંટણી દરમિયાન તેમની ફરીએકવાર કાનપુરના કોયલા નગર મેદાનમાં થશે તો ફરી મોદીજી આ ખુરશી પર બેઠા અને ત્યારબાદ તેઓ દેશના વડાપ્રધાન બની ગયા.

સાથે જ મૈથાનીનું કહેવું છે કે આ બાદ સપ્ટેમ્બર 2016માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ નિરાલા નગર મેદાનમાં એક ચૂંટણી સભા કરી જેમાં ફરી તેઓ આ ખુરશી પર બેઠા હતા અને 2017માં ઉત્તરપ્રદેશમાં ભારે બહુમતીથી ભાજપાની સરકાર બની હતી.

ભાજપ નેતાઓનું માનવું છે કે જ્યારે જ્યારે મોદી આ ખુરશી પર બેઠ્યા છે તો પ્રદેશમાં ભાજપની જીત થાય છે. આથી ભાજપે આ ખુરશીને એ ડીલર પાસેથી ખરીદી લીધી. ત્યારબાજ કાચના એક બોક્સમાં ધરોહરની જેમ સાચવીને રાખવામાં આવી છે.