જયપુરઃ ગુજરાતના કચ્છ જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વિનાશ વેર્યા બાદ દરિયાઈ વાવાઝોડું બિપરજોય આગળ વધીને પડોશના રાજસ્થાનમાં ત્રાટક્યું છે. એને કારણે તે રાજ્યના 500થી વધારે ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે અને અંધારપટ છવાઈ ગયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
રાજસ્થાનના પાલી, સિરોહી, રાજસમંદ, ઉદયપુર, બાડમેર જિલ્લાઓમાં મુસળધાર વરસાદ પડ્યો છે. એને કારણે અનેક ગામોમાં પૂર આવ્યું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ત્રણ જણનું મરણ નિપજ્યું છે. આશરે 300 મિ.મી. વરસાદ પડ્યો છે.
