નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા સ્લેબ્સમાં કોઈ રાહત નથી, પણ સરકાર કેટલીક જૂની ટેક્સ માગને પરત ખેંચશે. નાણાપ્રધાને કહ્યું હતું કે સરકાર નાણાં વર્ષ 2009-10 સુધીની રૂ. 25,000 સુધીની ટેક્સ ડિમાન્ડ અને 2014-15 સુધી રૂ. 10,000 સુધીની ટેક્સ ડિમાન્ડ વિથડ્રો કરશે. એનાથી એક કરોડ કરદાતાઓને લાભ થશે. જોકે સામાન્ય ચૂંટણી પહેલાં આ બજેટમાં એવું કશું નથી. ત્યાં સુધી કે આયાતી સામાનો માટે ઇમ્પોર્ટ ડ્યુટીમાં પણ કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.
આ સાથે બજેટની અન્ય હાઇલાઇટ્સ નીચે મુજબ છે.
- સરકાર ઇલેક્ટ્રિક વેહિકલ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપશે.
- આગામી નાણાકીય વર્ષમાં સરકારનું ગ્રોસ માર્કેટ બોરોઇંગ રૂ. 14 લાખ કરોડ રહેશે.
- દેશમાં છેલ્લા 10 વર્ષોમાં વ્યક્તિગત ઇન્કમ ટેક્સ ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં વધારો20
- ટેક્સ પ્રોસેસિંગ સમયગાળો 93 દિવસથી ઘટીને 10 દિવસનો થયો
- પ્રતિ મહિને સરેરાશ GST કલેક્શન રૂ. 1.66 લાખ કરોડ
- GST ટેક્સપેયર્સની સંખ્યા બે ગણી થઈ
- સરકારનો ફિસ્કલ ડેફિસિટ માટે 5.1 ટકા લક્ષ્ય
- તેમણે GDP ગ્રોથ 5.1 ટકા રહેવાનો અંદાજ
- છેલ્લા 10 વર્ષોમાં અર્થતંત્રમાં મોટો સુધારો
- સૌનો, સૌનો વિકાસ સાથે આગળ વધ્યા
- દેશને નવી દિશા, નવું લક્ષ્ય મળ્યું
- સરકાર ઘરેલુ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ
- એમાં કોર્પોરેટ ટુરિઝમ, રિલિજિયસ ટુરિઝમ અને બિઝનેસ ટુરિઝમ સામેલ
- ત્રણ મુખ્ય આર્થિક રેલવે કોરિડોર લાગુ કરાશે
- ઊર્જા, ખનિજ ને સિમેન્ટ કોરિડોર
- પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર,
- યાતાયાત ઘનત્વ કોરિડોર
- 2030 સુધી ગેસિફિકેશન ક્ષમતા 100 MMT કરવામાં આવશે.
- વંદે ભારતમાં 400 બોગીઓ અપગ્રેડ થશે.