વાયુ પ્રદુષણથી ભારતમાં વધ્યો મૃત્યુઆંક: રિપોર્ટ

નવી દિલ્હી- હવામાં વધી રહેલું પ્રદુષણ ભારત સહિત પુરા વિશ્વ માટે ચિંતાનો વિષય છે. ગ્લોબલ રિસર્ચ સ્ટડીના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 2015માં ભારતમાં અંદાજે 5.2 લાખ લોકોના મૃત્યુ વાયુ પ્રદુષણને કારણે થયા હતા. જેમાં એકલા કોલ પાવર પ્લાન્ટસને કારણે થતાં પ્રદૂષણથી 80,368 લોકો મોતને ભેટ્યાં હતાં, જ્યારે અન્ય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણથી 95,800 લોકોના મોત થયા હતા.

આંતરિક હવા પ્રદૂષણને કારણે દર વર્ષે 4.3 લાખ લોકોના મોત થાય છે. જે માટે ન્યૂમોનિયા, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર, હ્રદયને લગતી તરલીફો અને લાંબી ફેફસાંને લગતી બિમારીઓ માટે પણ વાયુ પ્રદુષણ જવાબદાર છે. ભારતમાં પ્રદૂષનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો લાકડાં, કોલસા અને પ્રાણીઓના છાણાનો ઈંધળ તરીકે ઉપયોગ કરે છે જે પ્રદૂષણમાં વધારો કરતાં હોય છે.

વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન એટલે વિશ્વ હવામાન સંસ્થાના ગ્રીનહાઉસ ગેસ બુલેટિને જણાવ્યું છે કે, કાર્બન ડાયોકસાઈડ તેમજ પ્રાથમિક ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગત વર્ષે પોતાના અત્યાર સુધાની ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયું છે.

ક્લાઈમેટ ચેન્જનો અભ્યાસ કરનારા વિવિધ માપદંડોએ એક અધ્યયનમાં માનવ શરીર ઉપર પડનારા PM 2.5ના દુષ્પ્રભાવના આંકડા રજૂ કર્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ 2000-2016 દરમિયાન લૂના સમયમાં પણ 0.8 દિવસનો વધારો નોંધાયો હતો. લૈન્સટના ભારત પર આધારિત એક રિપાર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ દરમિયાન 65 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં લૂનો પ્રકોપ વધારે જોવા મળ્યો હતો, જેનું પ્રમાણ સામાન્યથી ઘણું વધારે હતું.