ગાંધીજીની હત્યા, તેલગીને સજા, જાણો, ઇતિહાસની આજની મુખ્ય ઘટનાઓ…

નવી દિલ્હીઃ આજના દિવસે એટલે કે 20 જાન્યુઆરી, 1948ની સાંજે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીનો જીવ લીધો હતો, જેથી આજનો દિવસ ઇતિહાસમાં સૌથી દુખદ દિવસોમાં સામેલ છે. વિટંબણા એ છે કે અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવનાર અને અંગ્રેજોને દેશથી બહારનો રસ્તો બતાવનાર મહાત્મા ગાંધી ખુદ હિંસાનો શિકાર બની ગયા હતા. તેઓ આજના દિવસે રોજની જેમ સાંજે પ્રાર્થના માટે જઈ રહ્યા હતા. એ સમયે જ ગોડસેએ તેમને બહુ નજીકથી ગોળી મારી હતી. સાબરમતીના સંત ‘હે રામ’ કહીને વિશ્વને અલવિદા કહ્યું હતું. ગાંધીના વિચારો અને સિદ્ધાંતોને કારણે ચર્ચામાં રહ્યા હતા અને આજે પણ વિશ્વમાં તેમનું નામ સન્માનથી લેવામાં આવે છે. વિશ્વમાં 30 જાન્યુઆરીની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર એક નજર…

1933: રાષ્ટ્રપતિ પોલ વાન હિંડનબર્ગ એડોલ્ફ હિટલરને જર્મનીના ચાન્સેલર બનાવ્યા.

1941: નોસેના ઇતિહાસની એક મોટી ઘટનામાં સોવિયત સંઘની એક સબમરીને જર્મનીની એક સબમરીનને ડુબાડી દીધી હતી, જેમાં સવાર 9000 લોકોનાં મોત થયાં હતાં.

1948: દિલ્હીના બિરલા ભવનમાં ગાંધીનીજી હત્યા થઈ હતી, જેથી આજના દિવસને શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.

1965: બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટનના વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની વિદાય. તેઓ બ્રિટનની મહાન વિભૂતિઓમાંના એક હતા.

1985:  લોકસભામાં દલબદલ કાયદો પસાર થવાથી દલબદલુઓને અયોગ્ય હોવાનો રસ્તો સાફ થયો હતો.

2004:  વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર પાણી હોવાની જાહેરાત કરી હતી.

2007: ટાટાએ એંગ્લો ડચ સ્ટીલ ઉત્પાદક કંપની કોરસ ગ્રુપને 12 અબજ ડોલરથી વધુમાં ખરીદ્યું હતું.

2008: ચેન્નઈની એક વિશેષ કોર્ટે સ્ટેમ્પ કૌભાંડમાં મુખ્ય આરોપી અબ્દુલ કરીમ તેલગીને 10 વર્ષની સજા સંભાળાવી હતી.