નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ જારી છે, ત્યારે ચીની સૈનિક ભારતીય સીમાં ઘૂસી આવ્યો હતો. LACમાં ભારતીય સૈન્યએ ચીની સૈનિકને પકડી લીધો હતો. સેનાએ LAC પાસે પેન્ગોગ વિસ્તારમાંથી ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના આ સૈનિકની ધરપકડ કરી છે. આ સૈનિક ભારતીય સરહદની અંદર કેવી રીતે પહોંચી ગયો એની તપાસ કરવામાં આવી રહી છે. હાલ ભારતીય જવાનો તેની પૂછપરછ કરી રહ્યા છે.
એક અધિકારીએ જણાવ્યુ કે જણાવ્યું કે સૈનિકની નિયમ પ્રમાણે જ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ એવી પણ તપાસ કરવામાં આવી રહી છે કે સૈનિક ભારતીય સરહદમાં કેવી રીતે આવી ગયો.
15 જૂને ભારતીય સૈનિકો પર ષડયંત્ર રચીને હુમલો
એલએસી પર બંને દેશોના સૈનિકો મોટી સંખ્યામાં સામસામે તૈનાત છે. એપ્રિલમાં જ કેટલાક ચીની સૈનિકોએ ભારતીય સરહદમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારત તરફથી આકરો જવાબ આપવામાં આવ્યો હતો. એ પછી 15 જૂને ગલવાન ખીણમાં ચીની સૈનિકોએ ષડયંત્ર રચી ભારતીય સૈનિકો પર બિન-પરંપરાગત હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
