નવી દિલ્હીઃ મહિલાઓના જનધન ખાતાઓમાં મોકલવામાં પૈસા પૂરી રીતે સુરક્ષિત છે અને કોઈ પણ ખાતાધારક એને પોતાની સુવિધા અને જરૂરિયાતને હિસાબે પૈસા ક્યારેય પણ કાઢી શકે છે, એમ નાણાં મંત્રાલયે આ વાત કહી હતી. મંત્રાલયએ જન ધન ખાતાઓમાં મોકલવામાં આવેલા પૈસાને લઈને અફવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે ખાતાધારકોના પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની અફવા ફેલાઈ રહી છે કે જો આ પૈસા જો તત્કાળ કાઢી નહીં લીધા તો સરકારે પરત લેશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં આગામી ત્રણ મહિના સુધી પ્રતિ મહને રૂ. 500 મોકલવાની જાહેરાત પાછલા મહિને કરી હતી. દેશભરમાં લોકડાઉનને પગલે નાણાપ્રધાને આ મદદના પૈસા મહિલા જનધન ખાતાધારકોનાં ખાતાઓમાં સીધા મોકલવાની જાહેરાત કરી હતી.
નાણાકીય સેવાઓના સચિવે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે વિશ્વાસ આપીએ છીએ કે જનધન ખાતાઓમાં જમા કરવીમાં આવેલા પૈસા સુરક્ષિત છે. ખાતાધારક બેન્કની શાખા અથવા એટીએમથી ક્યારેય પણ રૈસા કાઢી શકે છે. જેથી લોકોએ પૈસાની સુરક્ષિતાને લઈને અફવાઓ પર ધ્યાન નહીં આપવું જોઈએ.
નાણાં મંત્રાલયે કહ્યું હતું કે એ વાતો નિરાધાર છે કે જો પૈસા તત્કાળ નહીં કાઢવામાં આવ્યા કો એને પરત લેવામાં આવસે. આ પ્રકારની અફવા ફેલાયા પછી દેશના કેટલાક હિસ્સામાં બેન્કોની શાખાઓ બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.