હું અનુરાધા પૌંડવાલની દીકરી છુંઃ કેરળની મહિલાનો દાવો

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌંડવાલ અત્યારે ચર્ચામાં છે. કારણ એ છે કે કેરળની એક મહિલાએ ગત સપ્તાહે દાવો કર્યો હતો કે તે અનુરાધાની દીકરી છે. મહિલાએ એ પણ જણાવ્યું કે આને સાબિત કરવા માટે તેમણે કોર્ટમાં એક અરજી પણ કરી છે. દાવો કરનારી મહિલાએ એ કહીને તેને જૈવિક માતા-પિતાએ તેને ન અપનાવ્યા અને આના માટે 50 કરોડ રુપિયા આપવાની માંગ કરી છે. કોર્ટે મહિલાની અરજી સ્વીકારી લીધી છે અને અનુરાધા પૌડવાલને પોતાના બંન્ને બાળકો સાથે 27 જાન્યુઆરીના રોજ કોર્ટમાં રજૂ થવાના આદેશ આપ્યા છે.

હવે આ મામલે અનુરાધા પૌડવાલે પ્રતિક્રિયા આપી છે અને તેમણે આ તમામ દાવાઓને ફગાવ્યા છે. તેમણે આ દાવાને મૂર્ખતાપૂર્ણ ગણાવતા કહ્યું છે કે આનાથી મારી ઈમેજને ઠેસ પહોંચી છે. અનુરાધા પૌડવાલના પ્રવક્તાએ કહ્યું કે, અનુરાધાની દીકરી 1974 માં જન્મી હતી એટલા માટે આરોપ લગાવનારી મહિલાના દાવા ખોટા છે. આરોપ લગાવનારી મહિલાએ અનુરાધાના પતિનો પણ ઉલ્લેખ કર્યો છે પરંતુ તેમને નથી ખ્યાલ કે પહેલા જ તેમનું મૃત્યુ થયું છે. જો હકીકતમાં તે અનુરાધાની દીકરી છે તો તેમણે અનુરાધાને પૈસા આપવા જોઈએ ન કે 50 કરોડ રુપિયાની માંગ કરવી જોઈએ.

આરોપ લગાવનારી મહિલાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, આશરે 5 વર્ષ પહેલા મારા પિતા પોન્નાચેને આ ખુલાસો કર્યો હતો કે હું અનુરાધા પૌડવાલની દીકરી છું. મહિલાએ કહ્યું કે, હું કોઈની માનહાની કરવા નથી માંગતી, હું માત્ર સત્યની શોધ કરવા માંગુ છું. જ્યારથી મેં સત્યને શોધવાના પ્રયત્નો કર્યા છે ત્યારથી મને મારા પરિવારનો સહારો પૂરતો મળી રહ્યો છે. બાદમાં મને સોશિયલ મીડિયા દ્વારા ખ્યાલ આવ્યો કે તેમનું કહેવું છે કે તેમની એક દીકરીનું મોત થયું છે. ત્યાર બાદ મેં મારી માતાને મળવાના પૂરતા પ્રયત્નો કર્યા પરંતુ મને સફળતા ન મળી.