નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો અહેવાલ આવ્યા પછી નમાજ અદા કરવા મોટી સંખ્યામાં મુસ્લિમો પહોંચ્યા હતા. મસ્જિદમાંથી નીકળ્યા પછી અંજુમન ઇન્તેજામિયા કમિટીના સંયુક્ત સેક્રેટરીને સાથી નમાજીઓને બોલવાથી અટકાવ્યા હતા. આ નમાજીઓએ પત્રકારો સાથે ધક્કા-મુક્કી કરી હતી. આ નમાજીઓએ મિડિયા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેમણે મિડિયાને ચોર અને દલાલ કહ્યા હતા.
એક નમાજીએ કહ્યું હતું કે ASIના રિપોર્ટને અમે નથી માનતા. અમે 1991 પૂજા અધિનિયમને માનીશું અને એ આધારે નિર્ણય થવો જોઈએ. કેસ ફાઇલ કરવો જ ખોટું હતું. જ્ઞાનવાપી મસ્જિદના કોમ્પ્લેક્સ અંગે પુરાતત્વ ખાતાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ મસ્જિદ નીચે પણ અસલમાં એક હિંદુ મંદિર હતું. આ ઈમારતમાં ગુંજબ મસ્જિદનું છે પરંતુ તેની દીવાલોનો ઘણો ભાગ મંદિરોનો છે.
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં જણાવવાયું છે કે અહીં અગાઉથી જે સ્ટ્રક્ચર હતું તેને 17મી સદીમાં તોડી પાડવામાં આવ્યું હતું. હાલનું માળખું બનાવવામાં આવ્યું તે અગાઉ ત્યાં એક મંદિર હતું. અત્યાર સુધી ASIનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો ન હતો. હવે વારાણસીની જિલ્લા કોર્ટે બંને અરજકર્તાઓને જ્ઞાનવાપી મસ્જિદ અંગે ASIનો સર્વે સોંપવાનો નિર્ણય લીધો છે.ASIએ રિપોર્ટમાં નોંધ્યું છે કે મસ્જિદમાંથી અરેબિક પર્શિયન ભાષામાં લખાયેલું કોતરકામ મળી આવ્યું છે. તેમાં જણાવાયું છે કે ઔરંગઝેબના શાસનના 20મા વર્ષમાં મસ્જિદ બની હતી. તેથી અગાઉ અહીં જે માળખું હતું તે 17મી સદીમાં તોડવામાં આવ્યું હોય તેવી શક્યતા છે.