અંડમાનઃ આદિવાસીઓ વચ્ચે ઈસાઈ ધર્મનો પ્રચાર કરવા ગયો હતો અમેરિકી નાગરિક

પોર્ટ બ્લેયરઃ અંડમાનના સેટિનલ દ્વિપમાં માર્યા ગયેલા 27 વર્ષના અમેરિકી નાગરિક જોન એલન ચાઉનો ઉદ્દેશ્ય આ અજાણ્યા આદિવાસીઓ વચ્ચે ઈસાઈ ધર્મનો પ્રચાર કરવાનો હતો. ચાઉએ બે વાર આ દ્વીપ પર પહોંચવાની કોશીષ કરી હતી. 14 નવેમ્બરના રોજ તેમની પ્રથમ કોશીષ નિષ્ફળ રહી હતી. ત્યારબાદ 16 નવેમ્બરના રોજ તે પૂર્ણ તૈયારી સાથે પહોંચ્યો હતો પરંતુ કહેવાઈ રહ્યું છે ગુસ્સે ભરાયેલા આદિવાસીઓએ તેને તીરોથી મારી નાંખ્યો. ચાઉ આ પહેલા પાંચવાર અંડમાન આવી ચૂક્યો હતો.

27 વર્ષના ચાઉની લાશ પણ અત્યાર સુધી મળી આવી નથી. અમેરિકાના 27 વર્ષીય જોન એલન ચાઉ સાત માછીમારો સાથે પરમીશન વગર એડવેન્ચર ટ્રિપ પર નોર્થ સેટિનલ દ્વિપ પર ગયા હતા. ચાઉ સેટિનેલીઝ જનજાતિના લોકો સાથે મિત્રતાની કોશિષ કરી રહ્યા હતા. કહેવાઈ રહ્યું છે આ વ્યક્તિની લાશને રેતમાં દાટી દેવામાં આવ્યો છે. પોલિસે 6 માછીમારો અને અંડમાન નિવાસી કે એસ એલેક્ઝેન્ડરને ચાઉની મદદ કરવા અને નિયમ તોડવા માટે ધરપકડ કરવામાં આવી છે.

અંડમાન અને નિકોબાર ડીજીપી દીપેન્દ્ર પાઠકે આ મામલે જણાવ્યું છે ચાઉ છઠ્ઠીવાર પોર્ટ બ્લેયરની યાત્રા કરી રહ્યો હતો. તેમણે માછીમારોને ઉત્તરી સેંટિનલ આઈલેન્ડ મોકલવામાં મદદ માટે 25 હજાર રુપિયા આપ્યા હતા. માછીમારો 15 નવેમ્બરની રાત્રે તે વ્યક્તિને આઈલેન્ડની પશ્ચિમી સીમા સુધી નાની હોડી મારફતે લઈ ગયા હતા. ત્યાંથી બીજા દિવસે ચાઉ એક હોડી લઈને એકલો જ આઈલેન્ડ સુધી ગયો. પોલિસે 13 પેજની નોટ પોતાના કબ્જે કરી છે જેને ચાઉએ લખી હતી અને દ્વીપ પર જતા પહેલા માછીમારોને સોંપી દીધી હતી.

સુત્રોનું માનીએ તો ચાઉએ પોતાના દોસ્ત એલેક્ઝેન્ડરના ત્યાં પોર્ટ બ્લેયરમાં રહેતો હતો અને 16 નવેમ્બરના રોજ ઉત્તરી સેંટિનલ દ્વિપ પર ગયો હતો. આઈલેન્ડમાં ચાઉએ સેંટિનેલીઝ સાથે મિત્રતા કરવાની કોશીશ કરી. તેને ફુટબોલ, ફિશિંગ લાઈન અને મેડિકલ કિટ પણ ગિફ્ટ કરવામાં આવી. 17 નવેમ્બરના રોજ સવારે સાડા છ વાગ્યે કિનારા પરથી પાછી આવીને માછીમારોએ પોલિસને જણાવ્યું કે અમે આદિવાસીઓને કોઈ લાશ પાસે અનુષ્ઠાન કરતા જોયા જે સંભવતઃ ચાઉની લાશ હોઈ શકે છે.

માછીમારો પોર્ટ બ્લેયરથી પાછા આવ્યા અને એલેક્ઝેન્ડરને તમામ વાત જણાવી. ત્યારબાદ એલેક્ઝેન્ડરે ચાઉની માતાને તેની હત્યા વિશે જણાવ્યું. તેમણે ચેન્નઈમાં યૂએસ વાણિજ્ય દૂતાવાસમાં અમેરિકી નાગરિક સેવાઓના વાઈસ કોન્સ્યુલેટ જનરલ ડેવિડ એન રોબર્ટ્સને ઈ મેઈલ કર્યો. પાઠકે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દ્વીપ નજીક પહોંચ્યા અને એસપી જતિન નારીવાલે હવાઈ સર્વેક્ષણ પણ કર્યું પરંતુ લાશને શોધી ન શકાઈ. પોલિસ વન અને આદિવાસી કલ્યાણ વિભાગથી મદદ લઈને પ્રયાસ કરી રહ્યા છે. પોલિસે આ મામલે માછીમારો અને એલેક્ઝેન્ડરને આદિવાસી જનજાતિઓ અધિનિયમની સુરક્ષાનું ઉલ્લંઘન કરવા અને ચાઉના મૃત્યુનું કારણ બનવા માટે ધરપકડ કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આદિવાસી એટલા ગુસ્સામાં હતા તેમણે લાશ લેવા પહોંચેલા હેલિકોપ્ટરને પણ ન ઉતરવા દિધું. આદિવાસી પોતાના કોઈપણ ઘુસણખોરીને હુમલા તરીકે જોવે છે. એ પણ કહેવાઈ રહ્યું છે કે ચાઉનો ઉદ્દેશ્ય દ્વિપીય વિસ્તારના લોકોમાં ઈસાઈ ધર્મનો પ્રચાર કરવાનો હતો. નવેમ્બરની 14 તારીખે આ લોકોની પહેલી કોશીષ નિષ્ફળ રહી હતી છતા પણ તે 16 નવેમ્બરના રોજ પૂર્ણ તૈયારી સાથે પહોંચ્યા.

અંડમાનના સેંટિનેલ દ્વીપમાં ઘુસવાની મનાઈ હોવા છતા ચાઉ માછીમારોની મદદથી ત્યાં ગયો હતો. આપને જણાવી દઈએ કે અંડમાન નિકોબારના સુદૂર સેંટિનલ દ્વીપ પર આદિવાસઓનો આ અત્યંત વિલુપ્તપ્રાય સમુદાય રહે છે. આ સમૂહને મળવાની મંજૂરી કોઈને નથી. અંડમાન નિકોબારના નોર્થ સેંટિનલ દ્વીપમાં 60 હજાર વર્ષ જૂનો આદિવાસીઓનો એક કબીલો છે. પોર્ટ બ્લેયરથી 50 કિલોમીટર દૂર આ દ્વીપ પર દુનિયાથી દૂર રહેતા અને એવા કે જેમનો દુનિયા સાથે કોઈ કોન્ટેક્ટ નથી તેવા આદિવાસીઓનો સમૂહ રહે છે. સેંટિનેલીસ એશિયાની છેલ્લી અછૂતી જનજાતિઓ પૈકી એક છે. જનતાતિ ઘણીવાર સ્પષ્ટ કરી ચૂકી છે કે અમે લોકો બાહરી દુનિયા સાથે કોઈ સંપર્ક રાખવા ઈચ્છતા નથી.

ચાઉના પરિવારે ઈન્સ્ટાગ્રામ પર નિવેદન જાહેર કરીને તેના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. પરિવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે તે ઈસાઈ મિશનરી હતા. પરંતુ આ સાથે જ તેઓ એક ફૂટબોલ કોચ અને પર્વતારોહી પણ હતા. તે અન્યની મદદ કરવા વાળા વ્યક્તિ હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]