શરદ પવારને હટાવીને અજિત પવાર બન્યા NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં જારી રહેલા મહાભારતમાં હવે એક નવો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. અજિત જૂથે દાવો કર્યો છે કે અજિત પવારે શરદ પવારને NCPના ચીફ પદેથી દૂર કર્યા છે અને ખુદ NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા છે. અજિત જૂથે દાવો કર્યો છે કે 30 જૂને મુંબઈમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ હતી, જેમાં  એને લઈને પ્રસ્તાવ પસાર થયો હતો.

પાર્ટીની આ બેઠક પ્રફુલ્લ પટેલે બોલાવી હતી, જેમાં શરદ પવારને NCP ચીફ પદેથી દૂર કરવા અને અજિત પવારને ચીફ બનાવવાનો નિર્ણય થયો હતો. અજિત જૂથે એ પણ દાવો કર્યો હતો કે આ બેઠકમાં 31 વિધાનસભ્યો હાજર હતા. એ સાથે ચાર MLC પણ હતા. પવાર જૂથના નેતા અનિલ દેશમુખે કહ્યું હતું કે 83 વર્ષના શેર હજી જિંદા છે.

આ પહેલાં અજિત પવાર જૂથની બેઠકમાં કાકા પવાર પર પૂરી ભડાસ કાઢ્યો હતો. તેમણે શરદ પવારને વયનો હવાલો આપતાં રાજકારણ છોડી દેવાની સલાહ આપી હતી. એ સાથે તેમણે ભાજપના નેતાઓની સાથે NCPની સિક્રેટ મીટિંગને લઈને અનેક રાજ બહાર પાડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં પવાર સાહબ અને તટકરેએ ભાજપ હાઇ કમાન્ડની સાથે મુલાકાત કરી હતી. ભાજપ, શિવસેના અને NCP મળીને સરકાર બનાવવાના મુદ્દે તેઓ સહમત નહોતા. આપણે શિવસેના સાથે સરકાર નહીં બનાવી શકીએ આ રીતે ગઠબંધ નહોતું થયું તો પછી શિવસેનાની સાથે સરકારમાં કઈ રીતે સામેલ થયા? એવો તેમણે સવાલ કર્યો હતો. અજિત પવારે ચૂંટણી પંચને પત્ર લખીને NCPનું નામ અને નિશાન માગ્યું હતું.