રાજસ્થાનમાં એર ફોર્સનું મિગ-21 તૂટી પડ્યું: ચાર ગ્રામીણોનાં મોત

જયપુરઃ રાજસ્થાનના હનુમાનગઢમાં ભારત-પાકિસ્તાનની સરહદ નજીક એક ફોર્સનું મિગ-21 તૂટી પડ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ઉડાન ભર્યાના 15 મિનિટ પછી ટેક્નિકલ ખરાબી પછી પાઇલટે વિમાન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું.આ દુર્ઘટના પહેલાં બંને પાઇલટે ખુદને વિમાનથી અલગ કરી લીધા હતા. જોકે આ વિમાન એક રહેણાક વિસ્તારમાં પડવાથી એની ચપેટમાં આવવામાંથી ચાર ગ્રામીણનાં મોત થયાં હતાં. એર ફોર્સે આ ઘટનાના તપાસના આદેશ આપ્યા હતા.

પ્રાપ્ત મુજબ વિમાને સુરતગઢ એકબસેથી ઉડાન ભરી હતી. ઉડાન ભર્યા પછી 15 મિનિટ પછી આ દુર્ઘટના થઈ હતી. આ વિમાન રહેણાક વિસ્તારમાં પડ્યું હતું. આ પહેલાં જાન્યુઆરીમાં રાજસ્થાનના ભરતપુરમાં તાલીમ અભ્યાસ દરમ્યાન એર ફોર્સના બે લડાકુ જેટ એક સુખોઈ એસયુ-30 અને એક મિરાજ 2000ના દુર્ઘટનાગ્રસ્ત થવાથી પાઇલટે જીવ ગુમાવ્યો હતો. આમાં એક દુર્ઘટના મધ્ય પ્રદેશના મુરૈના અને બીજી રાજસ્થાનના ભરતપુરમાં થઈ હતી.

એ પહેલાં જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સેનાનું હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. એપ્રિલમાં કોચીમાં એક વધુ દુર્ઘટના થઈ ત્યારે પરીક્ષણ દરમ્યાન એક તટરક્ષક હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું.ગયા વર્ષે પાંચ ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના તવાંગ ક્ષેત્રની પાસે એક ચિતા હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેનાથી ભારતીય સેનાના એક પાઇલટનું મોત થયું છે.

ફાઈટર પ્લેન દુર્ઘટનામાં બશોકૌર (45) રતન સિંહ ઉર્ફે રતિરામ રાય શીખની પત્ની, બંતો (60) લાલ સિંહ રાય સિંહની પત્ની અને લીલા દેવી (55) રામ પ્રતાપના પત્નીનું મૃત્યુ થયું છે. પાઇલટ રાહુલ અરોડા (25)એ પેરાશૂટ દ્વારા કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. પાયલોટને સુરતગઢ ખસેડવામાં આવ્યો છે.