આરોપી ભાગે તો એન્કાઉન્ટરની પેટર્ન અપનાવે પોલીસઃ આસામના CM

ગુવાહાટીઃ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એન્કાઉન્ટર પોલિસીને યોગ્ય ગણાવી છે. તેમણે આ સાથે મહિલાઓની સામે અપરાધો માટે સખતાઈથી પગલાં લેવાના નિર્દેશ આપ્યા છે. તેમણે મુખ્ય પ્રધાનપદ સંભાળ્યા પછી કેટલીક અથડામણોને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે જો અપરાધી ભાગવાની કોશિશ કરે અથવા ગોળીબાર કરવા માટે પોલીસ પાસેથી હથિયાર છીનવી લે તો તેમને અથડામણમાં મારી કાઢવા માટે પેટર્ન હોવી જોઈએ. આસામમાં અથડામણની વધતી સંખ્યાને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ તેજ થઈ ગયા છે. રાજ્યમાં હિરાસતમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આશરે એક ડઝન સંદિગ્ધ ઉગ્રવાદીઓ અને અપરાધીઓને હાલના સમયમાં અથડામણમાં મારી કાઢવામાં આવ્યા હતા.

સરમાએ આસામના બધાં પોલીસ સ્ટેશનના અધિકારીઓની સાથેની બેઠકમાં કહ્યું હતું કે જો કોઈ આરોપી સર્વિસ ગન લઈ ભાગી જવાના પ્રયાસ કરે અથવા ભાગી જાય છે અને તે બળાત્કારી છે તો કાયદો એવા લોકોના પગમાં ગોળી મારી નાખવાની મંજૂરી આપે છે, ન કે છાતીમાં.

જ્યારે કોઈ મને પૂછે છે કે શું રાજ્યમાં અથડામણની પેટર્ન બની ગઈ છે તો મેં કહ્યું હતું કે જો અપરાધી પોલીસ કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસ કરે તો (અથડામણ) પેટર્ન હોવી જોઈએ. સરમા કે રાજ્યના ગૃહપ્રધાન પણ છે, તેમણે કહ્યું હતું કે કાયદાએ પોલીસને આરોપી અથવા અપરાધીઓને ગોળી મારવાની મંજૂરી આપી છે- જો તેઓ પહેલાં ગોળી મારે છે અથવા ભાગવાના પ્રયાસ કરે છે.

મે મહિનામાં કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસ કરવાના આરોપસર કમસે કમ 12 સંદિગ્ધ આતંકવાદીઓ અને અપરાધીઓને ગોળી મારવામાં આવી હતી, જ્યારે બળાત્કારના આરોપી અને પશુની ચોરી કરનાર સહિત અન્ય ઘાયલ થયા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]