નવી દિલ્હીઃ સચિન પાઇલટના ઉપવાસના એક દિવસ પછી રાજ્ય કોંગ્રેસ પર પોતાની પકડ મજબૂત કરવા માટે મહત્ત્વની બાબાતો સામે આવી છે. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસ તેમની સામે કઠોર કે નરમ વલણ અપનાવે છે. પાઇલટ આજે દિલ્હીમાં ખડગેની સાથે મુલાકાત કરવાના છે. બીજી બાજુ આપ પાર્ટી કે RLPએ તેમને પોતાના પક્ષમાં જોડાવાનું આહવાન કર્યું છે. ત્રીજી બાજુ, ગહેલોત તેમની સામે કેવું વલણ લે છે એ જોવું રહ્યું.
પાઇલટનો સ્પષ્ટ ઉદ્દેશ છે ભાજપની પાછલી વસુંધરા રાજે સરકારનાં કૌભાંડોની તપાસ માટે દબાણ બનાવવાનો હતો. રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના પ્રમુખ અને સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું હતું કે જો સચિન પાઇલટ વિધાનસભામાં ચૂંટણી લડે છે- આ વર્ષના અંતમાં –પોતાની પાર્ટી બનાવીને તો RLP તેમની સાથે ગઠબંધન કરી શકે છે. શેખાવાટી અને મારવાડ ક્ષેત્રોમાં RLPની મજબૂત સ્થિતિ છે. જો પાઇલટ અમારી સાથે આવશે તો અમે પૂર્વ રાજસ્થાનમાં પ્રબળ દાવેદાર હઇશું. અમે સરકાર પણ બનાવી શકીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
બીજી બાજુ, આપ બધી 200 વિધાનસભાની બેઠકો પર ચૂંટણી લડશે, પણ એની પાસે પાર્ટીનું નેતૃત્વ કરવા માટે કોઈ મજબૂત સ્થાનિક ચહેરો નથી. જેથી આપે પણ પાઇલટમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. પાઇલટ હાલ દિલ્હીમાં પહોંચ્યા છે, ત્યારે કોંગ્રેસની નેતાગીરીએ મજબૂત સંકેતો આપ્યા છે કે કોઈ પણ પ્રકારની પાર્ટી વિરુદ્ધની કામગીરીને સાંખી લેવામાં નહીં આવે અને પાઇલટની સામે પગલાં ભરવામાં આવે એવા સંકેતો આપ્યા છે.