નવી દિલ્હીઃ કોંગ્રેસી નેતા નેટ્ટા ડિસુઝાને નેશનલ હેરાલ્ડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછની સામે નવી દિલ્હીમાં વિરોધ-પ્રદર્શન કરતી વખતે એક પોલીસ કર્મચારીઓ પર થૂંકતા જોવા મળ્યા હતા. ડિસુઝા હાલમાં અખિલ ભારતીય કોંગ્રેસનાં કાર્યવાહક અધ્યક્ષ છે. દિલ્હી પોલીસે કોંગ્રેસી નેતાની સામે તેમની સામે કાર્યવાહી માટે કેસ નોંધવામાં આવ્યો હતો.
આ વિડિયોમાં કોંગ્રેસના નેતા ગુસ્સામાં લાલચોળ દેખાઈ રહ્યાં હતાં, કેમ કે કોંગ્રેસના કાર્યકર્તાઓને દિલ્હી પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે એક બસની અંદરથી સુરક્ષા કર્મચારીઓ અપમાનજનક રીતે થૂંકી દીધું હતું.કોંગ્રેસના કાર્યકર્તાઓને અટકાયતમાં લેતાં સમયે પ્રદર્શનકારીઓમાંના એક અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ નેટ્ટા ડિસુઝાએ ડ્યુટી પર તહેનાત પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના પર થૂંકી દીધું હતું. આ ઘટના પછી ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું.
Will any action be taken on her? @RahulGandhi @priyankagandhi https://t.co/ERyMCzmWlg
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) June 22, 2022
નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપરથી જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસ મામલે પાંચમા દોરની પૂછપરછ માટે રાહુલ ગાંધીને 21 જૂને ફરી બોલાવવામાં આવ્યા હતા. EDએ વાયનાડના સાંસદની આ મહિને ચાર દિવસોમાં આશરે 40 કલાક પૂછપરછ કરી હતી.
સોનિયા ગાંધીને પણ આ મામલે EDએ પૂછપરછ માટે બોલાવ્યા હતાં, પણ તેમની બીમારીને કારણે તેમને 23 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો છે. કોવિડ પછીની સમસ્યાઓની સારવાર પછી ગાંધીને સોમવારે સાંજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ભાજપના રાજ્યસભાના સાસંદ સુબ્રમણ્યમ સ્વામીએ ખાનગી ગુનાઇત ફરિયાદ કરી છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને અન્ય એસોસિયેટેડ જર્નલ્સની રૂ. 2000 કરોડથી વધુની સંપત્તિનો દુરુપયોગ કરવાનો આરોપ લગાડ્યો છે.