રેલવે-યાત્રામાં આ વસ્તુ લઈને પ્રવાસ કર્યો તો ત્રણ-વર્ષની જેલ

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટ્રેન યાત્રાને માટે રેલવે યાત્રીઓ માટે અલર્ટ જારી કર્યું છે. હાલ તહેવારોની સીઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ વધી રહી છે.  ટ્રેનમાં લાગતી આગ અથવા દુર્ઘટનાઓના બનાવને જોતાં રેલવેએ યાત્રીઓ માટે સત્તાવાર નોટિફિકેશન જારી કર્યું છે. રેલવેએ આ સખતાઈ યાત્રીઓની સુવિધા અને સુરક્ષા માટે દર્શાવી છે.

રેલવેએ આ માટે સોશિયલ મિડિયા પર માહિતી આપી હતી. રેલવેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ટ્રેનમાં યાત્રામાં યાત્રી જ્વલનશીલ પદાર્થો ના લઈ જાય અને કોઈને લઈ જવા દે –એ એક દંડનીય અપરાધ છે. આવું કરવા પર કાનૂની કાર્યવાહીની સાથે-સાથે જેલ પણ થઈ શકે છે. પશ્ચિમ મધ્ય રેલવે અનુસાર ટ્રેનમાં આગ ફેલાવવી કે જ્વલનશીલ પદાર્થો લઈ જવા એ રેલ અધિનિયમ, 1989ની કલમ 164 અંતર્ગત દંડનીય અપરાધ છે.

એ કલમ હેઠળ આ ચીજવસ્તુઓની સાથે પકડાવા પર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે જ્વલનશીલ પદાર્થો જેવા કે કેરોસીન, પેટ્રોલ, ફટાકડા અથવા ગેસ સિલિન્ડર વગેરે જેવા જ્વલનશીલ પદાર્થો સાથે ના રાખી શકાય અને ના કોઈની લઈ જવા દેવાય-જે એક દંડનીય ગુનો છે.

રેલવેના ટ્વીટ અનુસાર યાત્રીઓ ટ્રેનના ડબ્બામાં કેરોસીન, સૂકું ઘાસ, સ્ટોવ, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, માચિસ, ફટાકડા અથવા આગ લાગતી ચીજવસ્તુઓ સાથે લઈને યાત્રા નહીં કરી શકાય. રેલવેએ યાત્રીઓને સુરક્ષિત રાખવા આ પગલું લીધું છે. રેલવે યાત્રીઓ માટે આ માટે સખત ચેતવણી આપી છે. આ સિવાય રોલવે પ્રાંગણમાં સ્મોકિંગ કરવાનો પણ અપરાધ છે. જો પકડાશે તો એને ત્રણ વ્યક્તિ સુધીની જેલ પણ થઈ શકે છે.