નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ 2025ના અવસરે પોલીસ, અગ્નિશમન, હોમગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધારાત્મક સેવાઓના 942 કર્મચારીઓને વીરતા/સેવા (શૌર્ય) પદકથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે, એમા 95 સૈનિકોને શૌર્ય પદક, 101ને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક, 746 ને પ્રશંસનીય સેવા માટે ચંદ્રક એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રજાસત્તાક દિને ૯૫ વીરતા પુરસ્કારોમાંથી તૈનાત સૈનિકોને આપવામાં આવ્યા હતા. નક્સલવાદી વિસ્તારના 28 સૈનિકો, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રના 28 સૈનિકો, ઉત્તર-પૂર્વના 03 સૈનિકો અને અન્ય વિસ્તારોના 36 સૈનિકોને તેમનાં વીરતાપૂર્ણ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી રહ્યા છે. આમાં 78 પોલીસ કર્મચારીઓ અને 17 ફાયર સર્વિસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.વિશિષ્ટ સેવા માટે 101 રાષ્ટ્રપતિ પદકોમાંથી, 85 પોલીસ સેવાને, પાંચ ફાયર સર્વિસને, સાત નાગરિક સંરક્ષણ-હોમગાર્ડ્સને અને 4 સુધારા વિભાગને આપવામાં આવ્યા છે. સરાહનીય સેવા માટે 746 મેડલ (MSM)માંથી 634 પોલીસ સેવાને, 37 ફાયર સર્વિસને, 39 સિવિલ ડિફેન્સ-હોમગાર્ડ્સને અને 36 સુધારા સર્વિસને એનાયત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM) મેળવનારા સૈનિકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે છે. વીરતા પદક મેળવનારા સૈનિકોને દર મહિને 6000 રૂપિયા આપવામાં આવે છે. રાષ્ટ્રપતિનો વિશિષ્ટ સેવા ચંદ્રક (PSM) સેવામાં અસાધારણ રીતે વિશિષ્ટ રેકોર્ડ માટે આપવામાં આવે છે અને મેરીટોરીયસ સેવા ચંદ્રક (MSM) સાધનસંપન્નતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા દર્શાવવામાં આવતી મૂલ્યવાન સેવા માટે એનાયત કરવામાં આવે છે.
