નવી દિલ્હીઃ આ વર્ષે 15 ઓગસ્ટ –સ્વતંત્રતાનો દિવસ વિશેષ રહેવાનો છે. રવિવારે 75મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરશે. દર વખતની જેમ આ વખતે પણ વડા પ્રધાન મહત્ત્વના મુદ્દા તેમના ભાષણમાં સામેલ કરે એવી શક્યતા છે, પણ એ સૌપ્રથમ વાર હશે, જ્યારે ભારતીય સેના હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા કરશે.
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર આયોજિત સમારોહમાં વડા પ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ લહેરાવશે, ત્યારે ભારતીય વાયુ સેના (IAF)ના બે MI-171V હેલિકોપ્ટર કાર્યક્રમના સ્થળ પર ફૂલોની પાંખડીઓની વર્ષા કરશે. સ્વતંત્રતા દિવસે પહેલી વાર આવું થશે. હેલિકોપ્ટરના કેપ્ટન વિંગ કમાન્ડર બલદેવ સિંહ બિષ્ટ હશે, જ્યારે બીજા હેલિકોપ્ટરની કમાન વિંગ કમાન્ડર નિખિલ મેહરોત્રાના હાથમાં હશે.
હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા પચી વડા પ્રધાન મોદી રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમનું ભાષણ પૂરું થયા પર રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)નું કેડેટ રાષ્ટ્રગાન ગવાશે. સ્વતંત્રતા દિવસે આ પ્રસંગે વિવિધ સ્કૂલોના આશરે NCC કેડેટ (સેના, સૌસેના, અને વાયુ સેના) ભાગ લેશે.
આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં દેશનું નામ રોશન કરનાર ખેલાડીઓને લાલ કિલ્લા પર થનારા સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ખેલાડીઓમાં ભાલા ફેંક નીરજ ચોપડા સામેલ છે. ઓલિમ્પિક સિવાય સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ફેડરેશનના અધિકારીઓએને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશને અત્યાર સુધીમાં સૌથી વધુ સાત મેડલ મળ્યા છે.