5G-સેવાના આરંભે ભારતમાં 45,000 નોકરીઓનું નિર્માણ થશે

નવી દિલ્હીઃ કર્મચારીઓને લગતી બાબતોની કંપનીઓનો અંદાજ છે કે ભારતમાં 5G ટેલિકોમ સેવા શરૂ થવાથી આગામી બે ક્વાર્ટરમાં 45,000 જેટલી નવી નોકરીઓનું નિર્માણ થશે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, 5G સેવા શરૂ થવાની ધારણા માત્રથી જ દેશમાં વર્તમાન કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં 5G સંબંધિત 80,000 જેટલા લોકોને નોકરી પર રાખવામાં આવ્યા છે.

જોકે 5G સંબંધિત નોકરીઓ માત્ર ટેલિકોમ ક્ષેત્રમાં જ ઉત્પન્ન થશે એવું નથી. આરોગ્યસેવા, રીટેલ, ઓટોમોબાઈલ, મેન્યૂફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં પણ 5G આધારિત નોકરીઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.