બાન્દ્રા-વરલી સી-લિન્ક બ્રિજ પર ભયાનક અકસ્માતમાં પાંચના-મરણ

મુંબઈઃ અહીંના બાન્દ્રા-વરલી સી લિન્ક બ્રિજ પર ગત્ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યાના સુમારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક એમ્બ્યુલન્સ અને ચાર કાર અથડાઈ હતી. એને કારણે પાંચ જણના કરૂણ મરણ નિપજ્યા છે અને બીજા છ જણને ઈજા થઈ છે. ત્રણ ઈજાગ્રસ્તોની હાલત ગંભીર છે.

આ અકસ્માત બાન્દ્રાથી વરલી તરફની લેન પર થયો હતો. અકસ્માતના સ્થળનું સીસીટીવી ફૂટેજ ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે. એમાં જોઈ શકાય છે કે અન્ય એક અકસ્માતમાં ઘાયલ થયેલાઓને લઈ જતી એક એમ્બ્યુલન્સ તથા બીજી ત્રણ કાર બ્રિજ પર ઊભી હતી ત્યારે એક અતિશય ધસમસતી આવેલી એક કાર એમની સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ બ્રિજ પર દક્ષિણ દિશા તરફનો માર્ગ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના કાર્યાલય – પીએમઓના ટ્વિટર હેન્ડલ મારફત આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.