દેશમાં ધમકીભર્યા મેઈલ અને ખાસ કરીને બોમ્બથી સંસ્થાઓ-એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી આપવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે મંગળવારે દેશભરના એકબાદ એક 40 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ હતી. સૌપ્રથમ વડોદરા, બાદમાં પટણા અને જયપુર સહિત હવે દેશના 40 એરપોર્ટમાં બોમ્બ હોવાના ઈ-મેઈલથી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
આજે વડોદરનું પોલીસ તંત્ર દોડતું થયું હતું. કેમ કે આજે એરપોર્ટ ઓથોરીટે એક મેઈલ મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે એરપોર્ટમાં બોમ્બ છે, અને હું એરપોર્ટને હબોમ્બથી ઉઠાવી દઈશ. ધમકી ભર્યો મેઈલ મળ્યાની સાથે વડોદરા પોલીસ તંત્ર દોડતું થયું હતું. વડોદરા પોલીસસ, બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ સહિત CRSFનું સઘન ચેકિંગ ચાલ્યું હતું. આ ઉપરાંત એરપોર્ટ પરથી અવર જવર કરનારા યાત્રીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન એરપોર્ટ પર કંઈ પણ શંકાસ્પદ ન મળતાં એજન્સીઓએ હાશકારો લીધો હતો.
આ અગાઉ લોકસભા ચૂંટણી એક દિવસ પહેલા અમદાવાદની 27 સ્કૂલોને પણ બોમ્બથી ઉઠાવી દેવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે બાદ એક ફ્લાટ સહિત અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉઠાવી દેવાના મેઈલ મળ્યા હતા. જે બાદ મેઈલ ક્યાથી કરવામાં આવ્યો ક્યા ઈરાદાથી કરવામાં આવ્યો જેની તપાસ પણ ચાલી રહી છે. ત્યારે ફરી એક વખત વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. જ્યારે આ ધમકી ભર્ય મેઈલ આવવાનો સિલસિલો દિલ્હીથી શરૂ થયો છે. જ્યાં થોડ સમય પહેલા લગભગ 100 જેટલી શાળામાં બોમ્બ મુક્યા હોવાની ધમકી મળી હતી.