નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસ અટકવાનું નામ નથી લેતા. દેશમાં લોકડાઉન હોવા છતાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,000ને પાર થઈ ગઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 59,662 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 3320 નવા કેસ નોંધાયા છે અને 95 દર્દીઓનાં મોત થયાં છે. અત્યાર સુધી આ બીમારીમાંથી 17,847 લોકો ઠીક પણ થયા છે.પાછલા 24 કલાકમાં રિકવરી રેટ 29.91 ટકા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 1981થી વધુ લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 3.3 ટકા
દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુદર 3.3 ટકા અને રિકવરી રેટ 28.83 ટકા છે. આ સાથે 4.8 ટકા દર્દીઓ ICUમાં છે. દેશમાં 1.1 ટકા દર્દીઓવેન્ટિલેટર્સ પર છે અને 3.3 ટકા લોકો ઓક્સિજન સપોર્ટ પર છે. દેશમાં ટેસ્ટિંગની ક્ષમતા 95,000 દૈનિક છે. હાલ 327 સરકારી અને 118 ખાનગી લેબમાં કોરોનાની તપાસ થઈ રહી છે.
વિશ્વના 187 દેશોમાં કોરોના વાઇરસ ફેલાયો
કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વમાં આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 39,38.,031 થઈ ચૂકી છે અને 2,74,894 લોકોનાં મોત થયાં છે. જોકે અત્યાર સુધી આ બીમારીમાંથી 13,22,010 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.
મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીમાં વધુ કેસ
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કોરોના કેસની સંખ્યા વધીને 19,000ને પાર થઈ છે, જ્યારે ગુજરાતમાં 7000થી વધુ અને દિલ્હીમાં 6000થી વધુ સંખ્યા થઈ છે.
ધારાવીમાં કોરોનાના 800થી વધુ કેસ
મુંબઈની ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઇરસના 800થી વધુ કેસ નોંધાયા છે. અહીં અત્યાર સુધી 800 કેસ નોંધાયા છે અને 26 લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની સ્થિતિ રાજ્યવાર આ મુજબ રહી હતી.