નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 25,404 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસોમાં 4.7 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 339 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,32,89,579 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,43,213 લોકોનાં મોત થયાં છે.
દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,24,84,159 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 37,127 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 3,62,207એ પહોંચી છે, રિકવરી રેટ વધીને 97.58 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.33 ટકા થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 14,30,891 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 52.80 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Congratulations India! 🇮🇳
PM @NarendraModi के सबका साथ, सबका प्रयास के मंत्र के साथ विश्व का सबसे बड़ा टीकाकरण अभियान निरंतर नए आयाम गढ़ रहा है। #AazadiKaAmritMahotsav यानि आज़ादी के 75वें वर्ष में देश ने 75 करोड़ टीकाकरण के आँकड़े को पार कर लिया है।#SabkoVaccineMuftVaccine pic.twitter.com/BEDmQZQsY7
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 13, 2021
દેશમાં 75.22 કરોડ લોકોનું રસીકરણ
આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો પ્રારંભ થયા પછી દેશમાં અત્યાર સુધીમાં 75,22,38,324 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 78,66,324 લોકોને રસી આપવામાં આવી હતી. આ જ ઝડપ રહી તો ડિસેમ્બર સુધીમાં 43 ટકા વસતિને રસીકરણ થાય એવી શક્યતા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.