નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનથી ભારતીય નાગરિકોને કાઢવાના પ્રયાસની વચ્ચે 219 નાગરિકોને લઈને એર ઇન્ડિયાનું પહેલું વિમાન રોમાનિયાથી રવાના થઈ ચૂક્યું છે. આ ફ્લાઇટ સાંજે આશરે સાડાછ કલાકે મુંબઈમાં ઊતરશે. રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા પછી પૂર્વ સોવિયેત ગણરાજ્યથી ભારતની એ પહેલી ફ્લાઇટ છે. અંદાજે આ વિમાન મુંબઈમાં સાંજે ચાર કલાકે પહોંચશે. એ પછી એફ ફ્લાઇટ દિલ્હી માટે રવાના થશે.
એક ભારતીય અધિકારીએ વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે જો એક પણ ભારતીય નાગરિક રહી જશે તો એમનું મિશન પૂરું નહીં થાય.
Regarding evacuation of Indian nationals from Ukraine, we are making progress.
Our teams are working on the ground round the clock. I am personally monitoring.
The first flight to Mumbai with 219 Indian nationals has taken off from Romania. pic.twitter.com/8BSwefW0Q1
— Dr. S. Jaishankar (@DrSJaishankar) February 26, 2022
ફ્લાઇટના પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર એ લોકોને આગ્રહ કરે છે, જો યુક્રેનમાં અન્ય ભારતીયોના સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર તેમને પરત લાવવા માટે દરેક સંભવિત પ્રયાસ કરશે.
જોકે યુદ્ધ શરૂ થયા પછી 24 ફેબ્રુઆરીએ યુક્રેનના હવાઈ ક્ષેત્રને નાગરિક વિમાનના સંચાલન માટે બંધ કરવામાં આવ્યું હતું. જેથી પડોશી દેશથી યુક્રેનમાંથી નીકળવા માટે ફ્લાઇટ્સ સંચાલિત થઈ રહી છે. એર ઇન્ડિયા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા માટે બુચારેસ્ટ અને હંગેરીની રાજધાની બુડાપેસ્ટ માટે શનિવારે વધુ ફ્લાઇટ્સ સંચાલિત કરશે. અધિકારીઓનું કહેવું હતું કે યુક્રેનમાં હાલ 20,000 ભારતીય ફસાયેલા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.