વધુ 250 ભારતીયો યૂક્રેનથી પાછાં આવ્યાં

નવી દિલ્હીઃ યુદ્ધગ્રસ્ત યૂક્રેનમાં ફસાઈ ગયેલાં 250 ભારતીય નાગરિકોને ઉગારીને એર ઈન્ડિયાનું વિમાન આજે સવારે નવી દિલ્હી આવી પહોંચ્યું હતું. આ 250 ભારતીયો રોમાનિયાના પાટનગર બુખારેસ્ટ પહોંચ્યાં હતાં ત્યાંથી એર ઈન્ડિયાના વિમાન દ્વારા એમને દિલ્હી લાવવામાં આવ્યાં છે. એરપોર્ટ ખાતે કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ દરેક પરત ફરેલા નાગરિકને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કર્યું હતું.

એર ઈન્ડિયાનું પહેલું વિમાન બુખારેસ્ટમાંથી 219 ભારતીય નાગરિકો સાથે ગઈ કાલે મુંબઈ આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]