જમ્મુ-કાશ્મીરમાં 14,000 વિદ્યાર્થીઓ સ્કૂલોમાં પરત ફર્યા

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરમાં બેક-ટુ-વિલેજ (B2V) કાર્યક્રમના ચોથા તબક્કામાં આશરે 14,000 વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ફરીથી પરત ફર્યા છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. 27 ઓક્ટોબરથી ત્રીજી નવેમ્બર દરમ્યાન આયોજિત એક સહાયતા કાર્યક્રમમાં આ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં પરત ફર્યા છે, એમ મુખ્ય સચિવ અરુણકુમાર મહેતાની અધ્યક્ષસ્થાને મળેલી એક બેઠકમાં માહિતી આપવામાં આવી હતી. તેમણે એક સરકારી કાર્યક્રમની સફળતાની સમીક્ષા બેઠક માટે જમ્મુની મુલાકાત કરી હતી. આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા- ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે 13,977 સ્કૂલનાં બાળકો ફરીથી સ્કૂલોમાં પરત ફર્યા –એ છે.

વળી, આ કાર્યક્રમ 21,329 વ્યક્તિઓને સ્વરોજગારીની તકો આપવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત પોલ્ટ્રી, હાઉસિંગ, ટ્રાન્સપોર્ટ અને હેલ્થની કુલ 277 કોઓપરેટિવ સોસાયટીઓની પણ નોંધણી થઈ છે, આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે 14,567 સોઇલ હેલ્થ કાર્ડ અને 5914 કિસાન ક્રેડિટ કાર્ડ્સ જન અભિયાન હેઠળ આપવામાં આવ્યા છે. આ સાથે માઇગ્રન્ટ વર્કર્સ સાથે 24,179 મજૂરો નોંધણી થઈ છે અને 4063 મજૂરોને ઈ-શ્રમિક કાર્ડ આપવામાં આવ્યાં છે. આ યોજના કેન્દ્ર શાસિત પ્રદેશમાં 88 ટકા પૂરી થઈ છે, એમ અધિકારે જણાવ્યું હતું.

આ સાથે આરોગ્ય ક્ષેત્રે રાજ્યમાં 49,526 પિરવારોને આરોગ્ય વીમો આપવા માટે 95,959 PMJAY-SEHAT  ગોલ્ડન કાર્ડ જારી કરવામાં આવ્યા છે, તેમના વિસ્તારમાં લક્ષ્યના 93 ટકા લોકોને કવર કરવામાં આવ્યા છે. B2V હેઠળે 8.46 લાખ લોકોને આપકી જમીન ‘આપકી નિગરાની’ પોર્ટલની માહિતી આપવામાં આવી છે, જેનાથી તેઓ તેમના ઘરોની અમને રેવન્યુ રેકોર્ડની સુધી પહોંચી શકે છે.

આ ઉપરાંત સમાજ કલ્યાણ વિભાગે 5159 વિકલાંગતા કાર્ડ (UDID)નું ડિજિટલીકરણ કરવામાં આવ્યું અને 30,231 આંગણવાડી લાભાર્થીઓ અને 11,313 ‘લાડલી બેટી’ના લાભાર્થીઓને આધારથી જોડવામાં આવ્યા છે. આ સાથે વિભાગ દ્વારા દિવ્યાંગો માટે 211 કેમ્પ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ કહ્યું હતું.