નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,615 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 20 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 199 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,36,52,944 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,25,474 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,29,96,427 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,265 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,31,043એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.50 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.20 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 4,21,392 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 86.72 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.23 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.24 ટકા છે.
દેશમાં 199 લાખથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 1,99,00,59,536 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,64,038 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.