કાલીમાતા પોસ્ટર વિવાદઃ નિર્માત્રી લીનાને કોર્ટનું સમન્સ

નવી દિલ્હીઃ પોતાની એક દસ્તાવેજી ફિલ્મના પોસ્ટર દ્વારા માં કાળીનું અપમાન કરવા બદલ નિર્માત્રી લીના મણિમેકલઈ તથા અન્યોને દિલ્હીની એક કોર્ટે સમન્સ મોકલ્યું છે.

હિન્દુઓ જેમને દેવી માને છે તે કાળી માતાને લીનાએ ફિલ્મના પોસ્ટરમાં ધૂમ્રપાન કરતાં બતાવ્યાં છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ફરિયાદીએ લીના તથા અન્યો સામે કાયમી તથા અનિવાર્ય રૂપે મનાઈ હૂકમ ઈસ્યૂ કરવા માટે મુકદ્દમો નોંધાવ્યો છે. ફરિયાદીએ એમ પણ કહ્યું છે કે ફિલ્મના પોસ્ટરથી હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ છે તેમજ આ નૈતિક્તા તથા સભ્યતાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં છે.